કહેવાય છે કે સિંહ એટલે જંગલનો રાજા અને જંગલનું રાજા હંમેશા પોતાની મસ્તીમાં મસ્ગુલ થઈ અને ફરતો હોય છે અને આવું જ કંઈક જોવા મળ્યું છે જુનાગઢ ના વિલિંગ્ડન ડેમના કાંઠે. બપોરના સમયે સિંહ પાણી પીવા માટે ડેમના કાંઠે આવી અને આરામ ફરમાવતો નજરે પડ્યો હતો અને બરોબર તેમની બાજુમાં સાબરનું ઝુંડ આવી ચડ્યું હતું. પરંતુ સિંહ એટલો તે પોતાની મસ્તીમાં હતો કે તેમની પાસેનું સાબરનું ઝુંડ પણ તેમને નજરે ન આવ્યું.
જંગલનો રાજા અને ખુખાર કહેવાતું પ્રાણી એટલે સિંહ જ્યારે પણ જંગલમાં વન્ય પ્રાણી દ્વારા શિકાર થયાની વાત સંભળાય ત્યારે સિંહને મોખરે માનવામાં આવે છે. પરંતુ કહેવાયું છે ને શીકાર કરી સંગ્રહ ક્યારે પણ સિંહ કરતો નથી. અને કદાચ એટલા માટે જ સિંહ ભૂખ્યો ન હોય અને શિકાર ન કર્યો હોય તેવું લાગી રહ્યું છે.
ઉનાળાની કાળજાળ ગરમીમાં વન્ય પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી અને ડેમના કાંઠે પાણી પીવા અને ઠંડક માણવા આવતા હોય છે ત્યારે છેલ્લા બે ચાર દિવસથી સિંહ પણ ડેમના કાંઠે આવનાર પ્રવાસીઓને નજરે પડી રહ્યો છે.ત્યારે જવલ્લે આવા અદભુત દ્રશ્યો જોવા મળતા હોય છે અને અને ને આજે સિંહ અને સાબરના દ્રશ્યો કેમેરામાં થયા કેદ થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.