• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • On The 25th Day, The Police Filed A 250 page Chargesheet In The Court, Proposing To Appoint A Special Public Prosecutor At The Highest Level Of The Police.

જંત્રાખડી દુષ્કર્મ-હત્યા કેસ:25માં દિવસે પોલીસે કોર્ટમાં 250 પાનાની ચાર્જશીટ રજૂ કરી, સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરવા પોલીસની ઉચ્ચકક્ષાએ દરખાસ્ત

જુનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 સાઈન્ટેફિક અને 80 સાહેદો- પંચોના નિવેદનોવાળુ અઢીસો પાનાની ચાર્જશીટ તૈયાર

ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે આઠ વર્ષની માસુમ ઉપર દુષ્કર્મ આચરી હત્યા નિપજાવવાના ગંભીર મામલે પોલીસે ઝીણવટભરી તપાસ કરી 25 દિવસમાં કોર્ટમાં આરોપી વિરૂદ્ધ 250 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. તપાસમાં આરોપી વિરૂદ્ધ 10 જેટલા સાઈન્ટેફિક પુરાવાઓ એકત્ર કર્યા છે. જેના આધારે આરોપીને સખ્ત સજા મળશે તેવી પોલીસને આશા છે. તો આ કેસ માટે સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુંક કરવા પોલીસ દ્વારા ઉપરીકક્ષાએ દરખાસ્ત કરવામાં આવી છે.

ગંભીર ઘટનાને લઈ ખાસ સીટની રચના કરવામાં આવી
સમગ્ર ગુજરાતમાં જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. તે કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં આઠ વર્ષની માસુમ દીકરી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ તુરંત પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ ગામમાં રહેતા એક શખ્સની ધરપકડ કરી હતી. બાદ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તપાસ માટે પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને સુપરવિઝન અધિકારી તરીકે એસીપી ઓમપ્રકાશ જાટ તથા ત્રણ પીઆઈ અધિકારીઓની એક ખાસ સીટની રચના કરવામાં આવી હતી.

ઘટનાના તમામ પાસાઓમાંથી પુરાવાઓ એકત્ર કરાયા
આ ટીમે કરેલી તપાસ બાદ ટુંકા દિવસોમાં રજુ કરેલ ચાર્જશીટ અંગે પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવેલું કે, આ ગંભીર ઘટનાની અમારી સીટ ટીમએ ઝીણવટભરી તપાસ પુર્ણ કરી 25 દિવસમાં જ આરોપી વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી દીધુ છે. તપાસમાં ભોગ બનનાર અને મૃતક માસુમ દીકરીનું જામનગર ખાતે ફોરેન્સીક પી.એમ.પેનલ ડોકટરો પાસે કરાવી જરૂરી મેડીકલ સેમ્પલો, કપડાઓ કબ્જે કરવામાં આવ્યા હતા. આરોપીના જરૂરી મેડીકલ સેમ્પલો, કપડા, મોબાઇલ સહિતની વસતુઓ કબજે કરી પરીક્ષણ અર્થે ગાંધીનગર એફ.એસ.એલ. ખાતે મોકલેલ હતા. જેનો અહેવાલ મેળવી મૃતકના મોત અંગે મેડીકલ ઓફીસર પાસે તાત્કાલીક ફાઈનલ કોઝ ઓફ ડેથ સર્ટી મેળવવામાં આવ્યા હતુ. તપાસમાં એક રીકન્ટ્રકશન પંચનામુ, બે ડીસકવરી પંચનામા તથા ક્રાઇમસીનનું પંચનામુ કરી જરૂરી તમામ પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી આશિષ ભાટીયાએ સતત ફોલોઅપ લેવાની સાથે માર્ગદર્શન આપતા હતા.

ઘટનાની ગંભીરતા ધ્યાને રાખી ઝીણવટભરી તપાસ કરવામાં આવી
વધુમાં એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવેલું કે, તપાસમાં 10 જેટલા સાઈન્ટેફિક (વૈજ્ઞાનીક) પુરાવાઓ તેમજ સીઆરપીસી કલમ-164 મુજબના કુલ-6 નિવેદનો તથા અન્ય સાહેદો મળી કુલ-80 સાહેદો-પંચોનું કુલ 250 પાનાનું આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ તૈયાર કરી ગઈકાલે તા.8 ના રોજ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવેલ છે. પોલીસે એકત્ર કરેલ મક્કમ અને ઠોસ તમામ પ્રકારના પુરાવાઓના કારણે આરોપીને સખ્ત સજા થશે તેવો આશાવાદ હોવાનું અંતમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...