કોલ્ડવેવની શરૂઆત:રવિવારે જૂનાગઢ શહેરમાં 9.8, ગિરનાર પર 4.8 ડિગ્રી ઠંડી પડી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હજુ 2 દિવસ સુધી કોલ્ડવેવ, ઠંડી 9 થી 10 ડિગ્રી રહેશે

જૂનાગઢ શહેરમાં શનિવારથી કોલ્ડવેવની શરૂઆત થઇ છે. શનિવારે લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠંડીથી રિતસરના ધ્રૃજી ઉઠ્યા હતા. દરમિયાન હજુ પણ 2 દિવસ સુધી કોલ્ડવેવની અસર રહેનાર હોય લઘુત્તમ તાપમાન 9 થી 10 ડિગ્રી રહેશે.

આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રીએ પહોંચી જતા લોકોને કાતીલ ઠંડીની અસર વર્તાઇ હતી. દરમિયાન હજુ પણ 2 દિવસ સુુધી કોલ્ડવેવની અસર રહેશે અને પરિણામે લઘુત્તમ તાપમાન 9 થી 10 ડિગ્રી સુધી રહેશે. દરમિયાન રવિવારે શહેરમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી રહ્યું હતું જ્યારે ગિરનાર પર્વત પર 4.8 ડિગ્રી ઠંડી રહેતા પ્રવાસીઓ તેમજ પશુ પક્ષીઓ કાતીલ ઠંડીમાં ઠુઠવાઇ ગયા હતા.

દરમિયાન 23 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે પરિણામે 24 અને 25 ડિસેમ્બરે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની સંભાવના છે. આમ, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું થાય તો તેની અસર થતા સોરઠમાં ફરી ઠંડીમાં વધારો થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...