• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • On New Year's Day From Kedarnath PM Modi Will Address Somnath Through Virtual Medium, State President CR Patil Will Be Present In Somnath Sopati

મોદીનું સંબોધન:નવા વર્ષના દિને કેદારનાથથી પીએમ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સોમનાથમાં સંબોધન કરશે, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સોમનાથ સોપાટીમાં ઉપસ્‍થ‍િત રહેશે

વેરાવળ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનના કેદારનાથધામના લોકાર્પણ કાર્યક્રમનું સોમનાથમાં લાઈવ પ્રસારણ કરાશે
  • કાર્યક્રમની સાથે સોમનાથ ભાજપનું સ્‍નેહમિલન કાર્યક્રમ પણ યોજાશે

ભારતના બાર જ્યોર્તિલિંગ પૈકી પ્રથમ જયોતિર્લીગ ભગવાન સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યે નૂતન વર્ષ તારીખ 5 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથથી વર્ચ્યુઅલ માઘ્યમથી સોમનાથમાં સંબોધન કરશે. દેશ સંસ્કૃતિને જોડતા કેદારનાથધામના લોકાર્પણ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સોમનાથની ચોપાટીએ કરવામાં આવ્યું છે. સ્‍થાનીક ભાજપ દ્વારા આયોજીત સ્‍નેહમિલનના કાર્યક્રમમાં આગેવાનો-કાર્યકરો આ કાર્યક્રમને પણ નિહાળશે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ખાસ હાજર રહેશે. જેથી ખાસ તૈયારી હાથ ઘરવામાં આવી છે.

આ કાર્યક્રમ અંગે ભાજપના પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરારે જણાવ્યું કે, કેદારનાથધામ ખાતેના પ્રઘાનમંત્રી મોદીના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ દેશના બારે - બાર જ્યોર્તિલિંગો અને આદ્ય જગદ્દગુરૂ શંકરાચાર્યજીએ તે સમયમાં ભારતમાં કરેલા પરિભ્રમણના 86 તીર્થો - સ્થળોએ ચાર ધામ ખાતે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ખાતે પ્રસારણ થશે. આ કાર્યક્રમ સવારના સાડા આઠથી શરૂ થશે અને સવા નવ વાગ્યા સુધી ચાલશે. જેમાં ઉદયપુર કલા સંસ્કૃતિ મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

ત્યારબાદમાં વડાપ્રધાનનું લાઇવ પ્રસારણ યોજાશે. જેમાં સોમનાથ તીર્થમાં આવેલા યાત્રીકો - પ્રવાસીઓ તથા ભાજપના કાર્યકર્તાઓ તેમજ પ્રજાજનો અત્રે નિહાળનારા છે. સોમનાથ ખાતે યોજાનારા આ કાર્યક્રમ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ જ પ્રકારનું અને એજ સમયે પ્રાચીન ભારતમાં આદ્યગુરૂ શંકરાચાર્યજી મહારાજ તે સમયમાં જે 86 સ્થળોએ ભારતમાં પરિભ્રમણ કરેલું છે તે સ્થળો, મહત્વના દેશના શિવાલયો, 12 જ્યોર્તિલિંગો, ચાર ધામો ખાતે આ રીતે લાઇવથી સાંકળી સમગ્ર દેશને એકતા સંસ્કૃતિથી જોડવા આ વિનમ્ર પ્રયાસ છે.

આ પ્રોજેક્ટમાં કેદારધામ ખાતે આદ્યગુરૂ શંકરાચાર્ય મહારાજની સમાધિ, કેદારનાથ ધામના સંગમ ઘાટનું પુર્નવિકાસ ઓફિસ કાર્યાલય અને હોસ્પિટલનું નિર્માણ સરસ્વતી સિવીક અમેનીટી ભવન. કેદારનાથ તીર્થમાં સગ્રહાલય પરિસર, મંદાકિની આસ્થા પથ વિકાસ સાથે રેન સેલ્ટર તીર્થ પુરોહિતોનો આવાસ, મંદાકિની નદી ઉપર પુલનું નિર્માણ અને સરસ્વતી નદીના તટ ઉપર પુર સુરક્ષા અને ઘાટોનું નિર્માણ આ રીતે ચાર ધામ પુન: નિર્માણમાં 708 કરોડ મંજૂર કરાયા છે. આ રીતે એક આદર્શ તીર્થ સ્થળ કેવું હોય અને શ્રદ્ધાળુઓની સુવિધા પારંપરિક મુલ્યો સાથે સંરક્ષિત કરી પ્રધાનમંત્રી મોદીના વિઝનથી કેદારનાથની બદલેલી તસ્વીર લાઇવ પ્રસારણમાં નિહાળવા મળશે. સોમનાથ ખાતે નૂતન વર્ષના મંગળ પ્રભાતે યાત્રિકો, પ્રવાસીઓ અને ભારતીય જનતા પક્ષના કાર્યકરો આ મહાપ્રસંગમાં ઉપસ્થિત રહેનાર છે.

અન્ય સમાચારો પણ છે...