તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇ લોક અદાલતનું આયોજન:જિલ્લામાં 26 સપ્ટેમ્બરે ઓન લાઇન લોક અદાલત

જૂનાગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટર અકસ્માત, ચેક રીટર્ન, લગ્ન સબંધી અનેક કેસોનો સમાવેશ

નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરિટી નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ દ્વારા ઇ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષ કુ. રીઝવાનાબેન બુખારીના માર્ગદર્શનમાં ઇ લોક અદાલત યોજાશે. ઓન લાઇન યોજાનાર આ લોક અદાલતમાં મોટર અકસ્માત, લગ્ન સબંધી, ચેક રિટર્ન, બેેન્ક લેણાં સહિતના કેસોનું સમાધાન શક્ય હોય તેવા કેસો મૂકવામાં આવશે.

આ માટે પક્ષકારોએ પોતાના વકિલ મારફતે કેસ મુકવાની કાર્યવાહી કરવાની રહેશે. હાલ કોરોના મહામારીના કારણે લોકો એકત્રિત થાયતો સંક્રમણ ફેલાય તેવી શક્યતાને ધ્યાને રાખી લોકો એકત્રિત ન થાય અને છત્તાં તેમના કેસનો સમાધાનકારી નિર્ણય આવે તે માટે ઇ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લાની જનતાને પોતાના કેસ ઇ લોક અદાલતમાં મૂકવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ પી.એમ. અટોદરીયાએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...