જૂનાગઢના ભવનાથ સ્થિત આમકુ આશ્રમના મહંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતા તેમનો ષોડશી ભંડારો તેમજ મહંતાઇની ચાદર વિધી કરાશે. ગિરનારના આમકુ વિસ્તારમાં આવેલ કાશ્મીરી બાપુ 6 ફેબ્રુઆરી 2022ના કૈલાસવાસી થયા છે. ત્યારે 22 ફેબ્રુઆરી 2022 મંગળવારે સવારે 10:15 વાગ્યે મહંતાઇની ચાદર વિધી તેમજ સવારે 11:30 વાગ્યે તેમનો ષોડશી ભંડારો ભવનાથ સ્થિત આમકુ આશ્રમ સ્થિત દાતારેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાશે.
તેમના શિષ્યા નર્મદાપુરી(માતાજી) દ્વારા પંચાયતી અખાડા નિરંજનીના મઢaી મુલ્તાનીના મહંત હરગોવિન્દપુરીજી મહારજની અધ્યક્ષતામાં મહંતાઇ તેમજ ચાદરવિધીનો કાર્યક્રમ સંપન્ન થશે. ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં ભાવિકોને ઉપસ્થિત રહેવા હિરદ્વાર સ્થિત માયાપુરના નિરંજની પંચાયતી અખાડાના મહંત હરગોવિંદપુરીજી મહારાજ, હરિદ્વાર પંચાયતી અખાડા નિરંજનીના મહંત કેશવપુરીજી મહારાજ,પ્રયાગ સ્થિત દીગંબર વાઘમ્બરી પિઠાધીશ્વર મહંત બલબીરગીરીજી મહારાજ તેમજ સેવક ગણે અનુરોધ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.