• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • On 19th, He Will Address A Public Meeting In The Grounds Of The Krishi University, Will Launch The Finalization Of 40 Crore Development Works In Three Districts.

PM મોદી જૂનાગઢ આવશે:19 તારીખે કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં જાહેર સભાને સંબોધશે, ત્રણ જિલ્લાના 4 હજાર કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે

જુનાગઢ2 મહિનો પહેલા
  • PM મોદીની સભાની તૈયારીને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે તંત્ર દ્વારા આગામી 19 તારીખે વડાપ્રધાન મોદી આવવાના છે ત્યારે શાળામાં તૈયારીઓ થઈ રહી છે.જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લાના અંદાજે 4 હજારના કરોડના વિકાસનું ખાતમુહૂર્ત તેમજ વિકાસ કામોની જાહેરાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ત્યારે જુનાગઢમાં આયોજિત જાહેર સભામાં હાજરી આપવા લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થશે તેવું પણ તંત્ર દ્વારા જણાવ્યું હતું.દોઢ લાખથી વધુ લોકો આ સભામાં એકઠા થવાની શક્યતા છે. કૃષિ યુનિવર્સિટી ખાતે બેઠક વ્યવસ્થાના ભાગરૂપે 4 ડોમ બનાવવામાં આવ્યા છે તેમજ 12 LED સ્ક્રિન પણ લગાવવામાં આવી છે.

હાલ દિવસ રાત તંત્ર ખડે પગે વડાપ્રધાનના મોદીના કાર્યક્રમની તૈયારી કરી રહ્યું છે.આગામી 19 ઓક્ટોબરે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તંત્ર ખડે પગે છે રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે તથા જુનાગઢ નો વહીવટી તંત્ર પણ સાબદુ થયું છે. તેમના પ્રવાસ દરમિયાન કોઈ ચૂક રહી ન જાય તે માટે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે.

જુનાગઢ સહિત અનેક જિલ્લાઓની પોલીસ રહેશે તહેનાત
વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ પ્રકારની ચૂક ન રહી જાય અને યોગ્ય કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જુનાગઢ રેન્જના જિલ્લાઓ સહિત ગુજરાતમાંથી અન્ય જિલ્લાના 1500થી વધુ પોલીસ કર્મીઓ વડાપ્રધાનની સુરક્ષા માટે રહેશે દરેક પ્રવેશ કરનાર વ્યક્તિનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે.

નરેન્દ્ર મોદી માતાજીના પરમ ભક્ત છે નવરાત્રીના નવ દિવસ તેઓ સતત ઉપવાસ પર રહી માતાજીની આરાધના કરતા હોય છે. તે અનુસંધાને વડાપ્રધાન ગીરનાર રોપ-વે શરૂ થયા બાદ આ પ્રથમ મુલાકાત હોય માતાજીની આરાધના માટે અંબાજી દર્શન કરવા માટે રોપવે ની સફર કરે તેવી પણ એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હાલ તો વડાપ્રધાનની ગિરનાર વખતેની મુલાકાતનો સત્તાવાર કોઈપણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.

પીએમ મોદીએ કર્યું હતું 2020માં રોપવેનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2020ની 22મી ઓક્ટોબરે એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપેલું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણના સમયે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી જુનાગઢ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ડિજિટલ માધ્યમથી જોડાઈને દિલ્હીથી આ રોપવેનું લોકાર્પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...