એકમાં ભય વધુ, બીજામાં પીડા વધુ:જૂનાગઢમાં ઓમિક્રોન અને ચીકનગુનિયા ઝડપથી ફેલાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જૂનાગઢ અત્યારે દુનિયાભરમાં કોરોનાના ખુબજ ઝડપથી ફેલાતા નવા વેરીયન્ટ ઓમિક્રોનનો ભય છવાયો છે. તો સાથે ચીકનગુનિયાએ પણ મહિનાઓથી ભરડો લઇ લીધો છે. એકમાં ભય વધુ છે તો બીજામાં પીડા ત્યારે બંનેની ખાસીયતો, લક્ષણો અને તેનાથી થતી પીડાની છણાવટ આ સાથે પ્રસ્તુત છે. તબીબોના કહેવા પ્રમાણે ઓમિક્રોનમાં રીકવરીના દિવસો ઓછા છે. જ્યારે ચીકનગુનિયામાં અત્યારે જે વેરીયન્ટ છે તેમાં પીડા લાંબો સમય ચાલે છે. અત્યારે જેને કોરોના છે તેમને ઓક્સિઝનની જરૂર પડી નથી એમ ડીડીઓ મિરાંત પરિખે જણાવ્યું છે.

ચીકનગુનિયાની સારવાર

  • એલોપથીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એનાલ્જેસીક પ્રકારની દવા અપાય છે. પણ આ દવાઓ લાંબો સમય લેવી હિતાવહ ન હોઇ ઘણા ડોક્ટરો જાતેજ હોમિયોપેથી અથવા આયુર્વેદિક સારવાર લેવાની સલાહ આપે છે.
  • જોકે, ઓમિક્રોન અને ચીકનગુનિયાની ચોક્કસ દવા હજુ સુધી શોધાઇ નથી. આથી લક્ષણોના આધારે ડોક્ટરો દર્દીની ટ્રીટમેન્ટ કરે છે. , બંનેમાં દર્દીએ રાખવાની તકેદારી , ઓમિક્રોન અને ચીકનગુનિયા બંને વાયરસથી થતા રોગ છે. આથી તેમાં પાણી ખુબ પીવું જોઇએ. ચીકનગુનિયામાં તો દર્દીએ ખાસ વધુ પાણી પીવું જોઇએ. , વીટામીન સી યુક્ત ફળનું સેવન કરવું , પૌષ્ટિક આહાર લેવો - ડો. જીજ્ઞેશ કરંગિયા, એમડી (મેડીસીન), સીવીલ હોસ્પિટલ, જૂનાગઢ

ઓમિક્રોન

  • વાયરલ તાવ જેવા સામાન્ય લક્ષણો , અસહ્ય થાક લાગે , ગળામાં દુ:ખાવો થવો , નાક બંધ થવું , સૂકી-કોરી ખાંસી આવવી , સામાન્ય તાવ આવવો

ચીકનગુનિયાના લક્ષણો
તાવ આવવો , માથાનો દુ:ખાવો , આખું શરીર જકડાઇ જવું , સાંધાનો દુ:ખાવો, હાથ-પગમાં સોજા ચઢવા , આખા શરીરમાં દુ:ખાવો

નિદાન: ડોક્ટરો ઘણુંખરું લક્ષણો પરથી ચીકનગુનિયાનું નિદાન કરતા હોય છે. પણ પાકું નિદાન લોહીના રિપોર્ટમાં ચીકનગુનિયા એન્ટી બોડી ટેસ્ટ થકી થાય છે.

હોમિયોપથી પ્રેક્ટીશનર શું કહે છે?

  • ઓમિક્રોનમાં હોમિયોપથીનો રોલ મુખ્ય નહીં પણ સહાયક ટ્રીટમેન્ટ તરીકે સારો રહ્યો છે. તેનાથી રીકવરી ઝડપથી થવામાં મદદ મળે છે. અને દર્દીને પણ રાહત રહે છે.
  • કોવીડ પછી દર્દીને જે જુદા જુદા પ્રોબ્લેમ થાય એમાં હોમિયોપથી મદદરૂપ છે ખરી.

ચીકનગુનિયામાં : એક નિરીક્ષણ એ છે કે, નવો વેરીયન્ટ છે તેમાં અત્યાર સુધીમાં રીસ્પોન્ડ ઓછું કરે છે. યોગ્ય ટ્રીટમેન્ટથી આડ અસર ઓછી થાય છે. - ડો. નવનીત વાછાણી, એમડી (હોમિયોપથી)

આયુર્વેદિક તબીબો શું કહે છે ?
ઓમિક્રોનમાં: લક્ષણો દેખાય તો સારવાર થાય. પણ તેમાં મોટાભાગે લક્ષણો જ નથી દેખાતા. વળી રીકવરી ખુબ ઝડપી હોય છે.
ચીકનગુનિયામાં સાંધાની આસપાસના સ્નાયુના છેવાડાના ભાગમાં દુ:ખાવો હોય છે, પથ્ય આહાર લેવો , જરૂર પ્રમાણે આયુર્વેદિક ઔષધિયુક્ત માલીશ અને શેક લેવો, ઔષધિઓમાં ઉકાળા અને ટેબ્લેટ્સ હોય છે. જે તેના સ્ટેજ વાઇઝ રોગ અને દુ:ખાવા પ્રમાણે જુદી જુદી ઔષધિ અપાય છે. - ડો. પ્રણવ ત્રિવેદી, મેડીકલ ઓફિસર, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ

​​​​​​​ઓમિક્રોનમાં ક્યા લક્ષણો નથી દેખાતા?
સ્વાદ અને સુગંદ જતા નથી. યથાવત રહે છે., ઓક્સિજન લેવલ ઘટતું નથી. એટલે મૃત્યુની શક્યતા ઓછી થઇ જાય છે. , ઓમિક્રોનમાં મોટાભાગના દર્દી સામાન્ય સારવારથીજ રીકવર થઇ જાય છે. તેમાં સ્પેશિયલ એન્ટીવાયરલ દવાની જરૂર પડતી નથી., દર્દી 4 થી 5 દિવસમાં રીકવર થઇ જાય છે., જૂનાગઢ સિવીલમાં કેન્યાના દર્દી 3 દિવસમાં ડિસ્ચાર્જ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...