તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધિવત આગમન:ગીરની પ્રખ્યાત કેસર કેરીનો વિધિવત પ્રારંભ, તાલાલા મેંગો યાર્ડમાં પ્રથમ દિવસે સાત હજાર બોક્સની આવક

તાલાલા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
તાલાલા મેંગો યાર્ડમાં શરૂ થયેલ કેરીની હરરાજીની તસ્‍વીર
 • ગાયના ફાળા માટેના બોક્સની 11000 રૂપિયાની બોલી બોલાઈ
 • પ્રથમ દિવસે હરરાજીમાં 10 કિલો બોક્સના 400 થી 700 રૂપિયા બોલાયા

ગીરનું હિર એવી પ્રખ્‍યાત કેસર કેરીની આજથી વિધિવત બજારમાં એન્ટ્રી થઇ ગઇ છે. આજે ગીરના પાટનગર તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કરીની હરાજીનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે પાંચ થી સાત હજાર કેરીના બોકસની આવક થયેલ અને પ્રતિ 10 કીલોના એક બોકસના રૂ.400 થી 700 સુધીનો ભાવ રહયો હતો. જયારે કોરોના કહેરની કેસર કેરીને માઠી અસર વર્તાતી હોય તેમ યાર્ડમાં જિલ્લા બહારના વેપારીઓની ખરીદી માટે પાંખી હાજરી જોવા મળી હતી.

દેશ અને દુનિયામાં કેરી રસિકોની પહેલી પસંદ બનેલી ગીર પંથકની કેસર કેરીની આખરે આજથી માર્કેટમાં શાનદાર એન્ટ્રી થઇ ચુકી છે. ગીર પંથકના પાટનગર ગણાતા તાલાલા મેંગો માર્કેટમાં એક વર્ષ પછી આજથી કેસર કેરીની હરરાજી શરૂ થતા માર્કેટ ધમધમતું થયું છે. ત્‍યારે માર્કેટમાં વર્ષોથી વેપાર કરતા કેરીના વેપારી કાળુભાઇ બોરીચાના જણાવ્‍યા મુજબ ગીરની કેસર કેરીની હરાજીના પ્રથમ રાઉન્ડમાં ગાયોના ફાળા માટે 10 કિલો કેરીના બોકસની બોલી લગાવાતા રૂ.11 હજારનો ભાવ મળેલ હતો. આ રકમ ગૌ સેવામાં આપવામાં આવી હતી. પ્રથમ દિવસે સાત હજાર જેટલા કેરીના બોકસની હરરાજીમાં આવક થઈ છે. જેમાં કાચી કેસર કેરીના 10 કિલોના બોલકના રૂ.400 થી 700 ભાવ આકવામાં આવ્યો હતો.

તાલાલા મેંગો યાર્ડમાં વેંચાણ અર્થે અાવેલ કેસર કેરીના બોકસ
તાલાલા મેંગો યાર્ડમાં વેંચાણ અર્થે અાવેલ કેસર કેરીના બોકસ

કેરી પકવતા બાગાયતી ખેડૂત સંજય અકબરીએ જણાવેલ કે, વર્તમાન કોરોના મહામારીના કહેરે કેસર કેરી પકાવતા બાગાયતી ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ગત વર્ષે પણ કેસર કેરીમાં ખરાબ વાતાવરણ અને કોરોનાના ગ્રહણે ખેડુતોને નુકશાનીનો સામનો કરવો પડેલ હતો. ત્યારે ચાલુ વર્ષે કેસર કેરીને અનુકુળ વાતાવરણ ન મળેલ હોવાથી કેસર કેરીના પાકનું 40 % ટકા ઓછું ઉત્પાદન છે. અને એમાં પણ કોરોનાનો કહેર એટલે ખેડુતોને પોષણક્ષમ ભાવમાં કેરીનો નીકાલ થાય તેવી સરકાર પાસે માંગણી છે. કેરીના પ્રતિ 10 કીલો બોકસના રૂ.400 થી 700 ના ભાવ ખેડૂતોને મળવા જોઈએ.

કોરોના મહામારી વચ્ચે આજે તાલાળા માર્કેટીગ યાર્ડમાં હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્‍યારે તાલાલા મેંગો માર્કેટના ચેરમેન સંજય શીંગાળાએ જણાવેલ કે, કોરોના મહામારીથી વકરેલ પરિસ્‍થ‍િતિના પગલે માર્કેટમાં ખેડુતોની પાંખી હાજરી જોવા મળી છે. પરંતુ આવનારા દિવસોમાં કેસર કેરી પકવતા ખેડુતોને નુકશાન ન જાય તે માટે રાજય સરકાર દ્વારા વિશેષ છુટછાંટ આપવાની હૈયાધારણા આપવામાં આવી છે.

ગીરની કેસર કેરી મોટા ભાગે બહાર અમદાવાદ-બરોડા જેવા શહેરોમાં વેંચાણ અર્થે જાય તો જ ખેડુતોને સારા ભાવ મળતા હોય છે. પરંતુ હાલના સમય સંજોગોને લીધે બહાર શહેરોમાં કેસર કેરી મોકલી વેંચાણ કરવું મુશ્કેલ હોવાથી ખેડુતો ચિંતા વ્‍યકત કરી રહયા છે. જે અંગે કંઇ રસ્‍તો કાઢવા વિચારણા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો