વિશ્વ પર્યાવરણ દિવસ:જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણમાં 210 વૃક્ષનું વાવેતર કરી ઉછેર માટે અધિકારીઓ સંકલ્પ બદ્ધ થયા

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેકટર સહિતના વહીવટી તંત્રના અધિકારીઓએ વૃક્ષારોપણ કરી વૃક્ષ જાળવણી કરવાના શપથ લીધા

આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કચેરીના પટાંગણમાં 210 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને વૃક્ષો અંગે માર્ગદર્શન આપી તેના ઉછેર સાથે જાળવણીના અધિકારી અને કર્મચારીઓએ શપથ લીધા હતા.

ગત વર્ષે આવેલા કોરોનાકાળમાં લોકોને પર્યાવરણ શુદ્ધ હોય અને વૃક્ષો હોવાનું મહત્વ સમજાયુ હતુ. ત્યારે આજે 5 જૂન પર્યાવરણ દિવસની અનેરી ઉજવણી જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી. જેમાં કલેક્ટર રચીત રાજ દ્વારા પર્યાવરણ અંગે કર્મચારીઓને માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, જીવનમાં વૃક્ષનું કેટલું મહત્વ છે. વૃક્ષ હશે તો ઓક્સિજન મળશે. તે ઉપરાંત આસિસ્ટન્ટ કલેકટર હનુલ ચૌધરી દ્વારા માર્ગદર્શન સાથે પર્યાવરણ અંગે જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ કલેકટર દ્વારા અધિકારી અને કર્મચારીઓને વૃક્ષ જતન ઉછેર અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

પર્યાવરણ દિવસ અંતર્ગત કલેકટર કચેરીના પટાંગણમાં જિલ્લા કલેકટર રચિત રાજ, આસિસ્ટન્ટ કલેકટર હનુલ ચૌધરી, અધિક કલેકટર એલ.બી.બાંભણિયા સહિતના અધિકારીઓ દ્વારા 210 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતું અને હવે તે વૃક્ષોનું જતન કરી કલેક્ટર કચેરીને હરિયાળી બનાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. આ તકે ચિટનીશ જી.બી.જાડેજા, જૂનાગઢ મામલતદાર શહેર તેજસ જોષી, ગ્રામ્ય મામલતદાર તન્વી ત્રિવેદી સહિતના રેવન્યુ અને આર એન્ડ બી વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...