દુર્ઘટના:માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામે પ્રાણી માટે મૂકેલા કરંટથી સગીરનું મોત થતાં વાડીમાલિક સામે ગુનો

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામે પ્રાણીઓ માટે વાડી ફરતે મૂકેલા વીજ કરંટને લીધે એક સગીરનું મોત થતાં તેના પિતાએ વાડી માલિક સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામે રહેતા રસીકભાઇ લીલાભાઇ માલમનો 17 વર્ષીય પુત્ર વિશાલ તા. 5 ઓક્ટો.ના રોજ રાત્રે 10 વાગ્યે ઘેરથી જમીને બહાર નિકળ્યો હતો.

બાદમાં મોડે સુધી ઘેર પરત ન ફરતાં અને છેક બીજા દિવસે બપોરે તેનો મૃતદેહ સાંગાવાડાનાજ જેન્તીભાઇ વિઠ્ઠલભાઇ પંડિતની વાડીના શેઢેથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં તેના પગમાં જેન્તીભાઇએ વાડીમાં પ્રાણીઓ ન પ્રવેશે એ માટે ફરતે ફેન્સીંગમાં વીજ કરંટ પસાર કર્યો હતો તેનો આંચકો લાગવાથી સ્થળ પરજ મોત નિપજ્યાનું ખુલ્યું હતું. આથી મૃતકના પિતાએ જેન્તીભાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ પીઆઇ એસ. એન. ગોહિલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...