તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુદરતી આફત સામેના અસલી હીરો:NDRFના જવાનોને છ મહિના સખત તાલીમ, 100 ફૂટ ઊંડે સુધી ડૂબેલા લોકોને બચાવી લે છે, ભૂકંપ, વાવાઝોડું અને અતિભારે વરસાદ સામે બાથ ભીડે છે

વેરાવળ3 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • NDRFની એક ટીમમાં ઇન્સ્પેક્ટર સાથે કુલ 22 જવાનોનો સમાવેશ કરવામાં આવે છે

જ્યારે જ્યારે આફત આવે ત્યારે ત્યારે એની સામે રક્ષણ માટે NDRF(નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમો હરહંમેશ તહેનાત રહે છે. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તારમાં તાઉ-તે વાવાઝોડું ટકરાવાની દહેશત છે. એને ધ્યાનમાં રાખી તમામ જગ્યા પર NDRFની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. ગીર-સોમનાથ જિલ્લામાં પણ NDRFની 2 ટીમ તહેનાત કરવામાં આવી છે, જે તમામ પ્રકારનાં સાધનો સાથે જિલ્લામાં સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે. NDRFના જવાનોને છ મહિના સુધી સખત તાલીમ આપવામાં આવે છે. 100 ફૂટ ઊંડે સુધી ડૂબેલા લોકોને પણ બચાવી લે છે. ભૂકંપ, વાવાઝોડું અને અતિભારે વરસાદ સામે આ જવાનો બાથ ભીડે છે.

સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો એની ખાસ તાલીમ અપાઇ છે
ભૂકંપ, વાવાઝોડું કે અતિભારે વરસાદ જેવી કુદરતી આફત આવે એ સમયે NDRFની ટીમને તહેનાત કરવામાં આવતી હોય છે. NDRFના જવાનોને 6 મહિના સુધી સખત તાલીમ આપવામાં આવતી હોય છે. આ તાલીમ દરમિયાન કુદરતી આફત સામે કેમ લડવું, ક્યાં સાધનનો કેવી રીતે ઉપયોગ કરવો સહિતની તાલીમ આપવામાં આવતી હોય છે. NDRFની ટીમ જ્યારે પણ બચાવ કામગીરીમાં જાય ત્યારે તેમની સાથે રાખવામાં આવે છે.

કુદરતી આફત સામે અમે હંમેશાં તહેનાત- NDRF ટીમના ઇન્સ્પેક્ટર
NDRF ટીમના ઇન્સ્પેક્ટર રાજેશકુમારે જણાવ્યું હતું કે મારું હેડ ક્વાર્ટર વડોદરામાં છે. દેશમાં કોઇ કુદરતી આફત આવે ત્યારે NDRFની ટીમ તહેનાત કરી દેવામાં આવે છે. દેશમાં વાવાઝોડું, પૂર, ભૂકંપ કે બિલ્ડિંગ પડી જાય ત્યારે અમારી ટીમ રેસ્ક્યૂ કરી લોકોના જીવ બચાવવા પ્રયાસ કરે છે. અમારાં સાધનોની વાત કરવામાં આવે તો બોટ, રસ્સા, કોમ્યુનિકેશન માટેનાં ઉપકરણો પણ સાથે રાખવામાં આવે છે. અમારી ટીમના જવાનોને 6 મહિના સુધી સખત ટ્રેનિંગ આપવામાં આવે છે.

પાણીમાં બોટનો સહારો લેવામાં આવે છે.
પાણીમાં બોટનો સહારો લેવામાં આવે છે.

પાણી ભરાય તેવા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યૂ કરીશું- જવાન
NDRFના જવાન મુકેશભાઇએ જણાવ્યું હતું કે આ વખતે તો સાથે કોરોનાની મહામારી પણ છે. વાવાઝોડા સામે બાથ ભીડવા માટે અમારી પાસે પૂરતાં સાધનો છે. અમે બને તેટલી કોશિશ કરીશું કે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી શકીએ. વાવાઝોડા બાદ મોટા મોટા ઝાડ રોડ પર પડ્યાં હશે તો એને કાપીને રસ્તો ખુલ્લો કરીશું. ભારે વરસાદમાં પાણી ભરાય એવા વિસ્તારોમાં રેસ્ક્યૂ કરી લોકોને બચાવીશું.

લોકોને લાઉડસ્પીકરથી સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવે છે.
લોકોને લાઉડસ્પીકરથી સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવે છે.

તાઉ-તે વાવાઝોડા સામે બાથ ભરવા તૈયાર
આ તમામ સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો એ માટે ખાસ 6 માસ સુધી જવાનોને સખત તાલીમ આપવામાં આવતી હોય છે. NDRFની એક ટીમમાં ઇન્સ્પેક્ટર સાથે કુલ 22 જવાનોની ટીમ તહેનાત રહેતી હોય છે. ગીર-સોમનાથ જિલ્લામાં આવેલી NDRFની ટીમ દ્વારા આજે દરિયામાં વાવાઝોડાનો કરંટ જોવા મળતાં દરિયાની સામેના ભીડિયા વિસ્તારમાં રહેતા 50થી વધુ ઝૂંપડપટ્ટીના લોકોને લાઉડસ્પીકર મારફત સૂચના આપી સ્થળાંતર કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...