તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:શહેરમાં ટ્રાફિક પ્રશ્ન ઉકેલવા ઓડ ઇવન પાર્કિંગ કરાવાશે

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ ટ્રાફિક બ્રિગેડ ટ્રસ્ટની મિટીંગ મળી
  • સરકારી જમીનમાં પાર્કિંગની મંજૂરી માટે કાર્યવાહી કરાઇ

જૂનાગઢ ટ્રાફિક બ્રિગેડ ટ્રસ્ટની મિટીંગ મળી હતી. એસપી રવિતેજા વાસમ શેટ્ટીના અધ્યક્ષસ્થાને પ્રમુખ રાજુભાઇ જોબનપુત્રા, મંત્રી ધીરૂભાઇ ગોહેલ તેમજ અન્ય ટ્રસ્ટીઓની ઉપસ્થિતીમાં સાધારણ સભા મળી હતી. આ તકે શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન વિકટ થતો જતો હોય તે મામલે એસપી રવિતેજા વાસમ શેટ્ટી સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે ટ્રાફિકના પ્રશ્નો ઉકેલવા કમિશ્નર સાથે વાત કરવા અને શહેરના રસ્તામાં ઓડ ઇવન પાર્કિંગ કરવા તેમજ સરકારી જમીનોમાં પાર્કિંગ કરવા નિયમાનુસાર મંજુરી આપવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.

આ તકે હરીશભાઇ દેસાઇ, ઇકબાલભાઇ મારફતીયા, મનસુખભાઇ વાજા, ફરિદભાઇ દુર્વેશ, વિનુભાઇ અમિપરા, દાદુભાઇ કનારા, જગત મશરૂ, દબાણ અધિકારી ભરત ડોડીયા તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...