પોષણ માસની ઉજવણી:જૂનાગઢમાં પોષણ માસ સપ્તાહનો પ્રારંભ કરાયો, પોષણના સંદેશાઓ પોતાના રોજિંદા જીવનમાં અમલ કરવા અનુરોધ કરાયો

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉજવણીના પ્રથમ દીવસે મેયરના અધ્યક્ષ સ્થાને મહિલા અને સ્વાસ્થ્ય મીટીંગનું આયોજન

જૂનાગઢમાં આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા મ્યુનિસિપલ કમિશ્નર રાજેશ એમ. તન્નાના માર્ગદર્શન હેઠળ પોષણ માસ -2022ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે પોષણ માસ ઉજવવામાં આવે છે.
પોષણ અંગે જાગૃત કરવા માટે પ્રયાસ
પોષણ માસ દરમિયાન વિવિધ પ્રવૃતિનું આયોજન કરી જન આંદોલન દ્વારા લોકોને પોષણ અંગે જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષની પોષણ માસની ઉજવણીની થીમ મહિલા અને સ્વાસ્થ્ય, બચ્ચા અને શિક્ષા, જાતીગત સંવેદનશીલ અને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન છે. જૂનાગઢમાં ઉજવણીના પ્રથમ દીવસે મેયર ગીતાબેન પરમારના અધ્યક્ષ સ્થાને મહિલા અને સ્વાસ્થ્ય મીટીંગનું આયોજન પંડિત દીન દયાળ ઉપાધ્યાય હોલ, મહાનગરપાલિકા જૂનાગઢ ખાતે કરવામાં આવેલ છે.

જેમાં મ્યુનિસિપલ કમિશ્નર રાજેશ એમ. તન્ના, મેડીકલ ઓફીસર , અર્બન હેલ્થ સોસાયટી , મનપા જૂનાગઢ શૈલેશ ચુડાસમાં પણ ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. શાખા , મનપા જૂનાગઢના પ્રોગ્રામ ઓફીસર વત્સલાબેન દવે દ્વારા પોષણ માસની ઉજવણીના મહત્વ, પોષણ , ટી.એચ.આર. , સ્તનપાન વિશે લાભાર્થી સગર્ભા અને ધાત્રી માતાઓને સમજ આપેલ છે.
પોષણક્ષમ ભવિષ્યના નિર્માણ માટે શપથ
આ પ્રસંગે મેયર, કમિશનર તેમજ મેડીકલ ઓફીસર દ્વારા પણ આજે આપવામાં આવેલા પોષણના સંદેશાઓ પોતાના રોજિંદા જીવનમાં અમલ કરવા તેમજ પોષણ માસના આ જન આંદોલનમાં સહભાગી થવા હાજર લાભર્થીઓને અનુરોધ કરવામાં આવેલ. આ સાથે જ સર્વે મહાનુભવો અને લાભાર્થીઓ દ્વારા સ્વસ્થ અને પોષણક્ષમ ભવિષ્યના નિર્માણ માટે પોષણ શપથ લેવામાં આવેલ છે. આ પ્રસંગે આંગણવાડી ખાતેથી લાભાર્થીને આપવામાં આવતા ટી.એચ.આર. બાલ શક્તિ, માતૃશક્તિ અને પુર્ણા શક્તિમાથી વિવિધ વાનગી બનાવી નિદર્શન પણ કરવમાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફીસર વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ.ની ટીમ દ્વારા કરવમાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...