છેતરપિંડી:ઘેરબેઠાં નોકરીની લાલચ આપી NRI યુવાને રૂ. 6 લાખ ખંખેર્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકનો સોશિયલ મીડિયા પર પરિચય થયો હતો
  • અમેરિકા રહેતા શખ્સે જૂનાગઢના યુવાન પાસે કોર્સ પણ કરાવ્યો

વિદેશમાં નોકરી અને કામ અપાવવાના બહાને લોકો પાસેથી નાણાં ખંખેરવાના અનેક બનાવ બને છે ત્યારે આવા જ એક બનાવમાં અમેરિકાના કેન્ટ કીમાં રહેતા મૂળ મહેસાણાના આખજ ગામના શખ્સે જૂનાગઢના એક યુવાનને ઘેર બેઠાં નોકરી કરવાની લાલચ આપી 3 મહિનાનો કોર્સ કરાવ્યો હતો. અને જુદી જુદી રીતે રૂપિયા 6 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના મોતી પેલેસમાં રહેતા પૂજનભાઇ કલ્પિતભાઇ નાણાવટી (ઉ. 28) નામના યુવાનનો અમેરિકાના કેન્ટ કીમાં રહેતા મહેસાણાના આખજ ગામના મૂળ વતની નીલ ગોરધનભાઇ પટેલ નામના શખ્સનો સોશ્યલ મીડિયા પર પરિચય થયો હતો.

નીલે પૂજનભાઇને ઘેર બેઠા નોકરીની લાલચ આપી અને તેને 3 મહિનાનો કોર્સ કરાવ્યો. એ કોર્સ દરમ્યાન નીલે પૂજનભાઇ પાસે રૂપિયાના રોકાણ કરાવ્યા. આ રીતે ફીના પૈસા તેમજ 3 મહિના કામ કરાવ્યા સહિતના કુલ રૂ. 6,03,233 જેવી રકમ નીલે ચૂકવી નહોતી. આથી પૂજનભાઇએ તેની સામે સી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ પીએસઆઇ જે. આર. વાજા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...