તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનપાના આંખ આડા કાન:15 દિવસમાં બિન રહેણાંકનો ઉપયોગ બંધ કરવા નોટીસ, નહેરૂપાર્ક સોસાયટીમાં રહેણાંક મિલકતનો કોમર્શિયલ ઉપયોગ

જૂનાગઢ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં આવા અનેક બાંધકામો સામે મનપાના આંખમિચામણાં

જૂનાગઢની નહેરૂપાર્ક સોસાયટીમાં રહેણાંક મિલકતનો થતો બિન રહેણાંક માટેનો ઉપયોગ બંધ કરવા મનપાએ દિવસ 15ની નોટીસ પાઠવી છે. સિનીયર ટાઉન પ્લાનર ઓફિસરે નોટીસમાં જણાવ્યું છે કે, નહેરૂપાર્ક સોસાયટીમાં રહેણાંકની જગ્યાનો કોમર્શિયલ અથવા હોસ્પિટલ હેતુ માટે ઉપયોગ થઇ રહ્યો છે. આ મામલે જરૂરી આધાર પૂરાવા મંગાયા હતા જે રજૂ કરવામાં આવ્યા નથી. ત્યારે આ મામલે દિવસ 15માં રહેણાંક મિલકતનો બિન રહેણાંક ઉપયોગ બંધ કરવા જણાવવામાં આવે છે, નહિતર ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

જ્યારે શહેરમાં અનેક આવા બાંધકામો છે જ્યાં રહેણાંકને બદલે કોમર્શિયલ ઉપયોગ થાય છે ત્યારે તેની સામે મનપા દ્વારા આંખ મિચામણાં કરવામાં આવતા હોય તે મામલે પણ તપાસ કરી યોગ્ય કરવા માંગ ઉઠી છે.જૂનાગઢ શહેરમાં જુના બિલ્ડીંગના રિનોવેશનનાં નામે નવા બિલ્ડીંગો પણ બનાવામાં આવી રહ્યાની ફરિયાદો ઉઠી છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા ખાસ પગલા લેવામાં આવતા નથી. આ ઉપરાંત સમયાંતરે લારી ગલ્લા વાળાને દૂર કરી દબાણ દૂર કર્યાની કામગીરીનો સંતોષ માની લે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો