તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખને 11.50 લાખની વસુલાત માટે નોટીસ

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નગર પાલિકાના ચીફ ઓફિસરે અંતિમ મુદ્દત આપી

વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખને ઓફલાઇન ટેન્ડરથી ગોંડલની પાર્ટી પાસેથી ડસ્ટબીનની ખરીદી કરવા બદલ ચીફ ઓફિસરે રૂ. 11.50 લાખની રિકવરી માટે અંતિમ તકની નોટીસ પાઠવી છે.

ચીફ ઓફિસરે પૂર્વ પાલિકા પ્રમુખ અલ્માસબેન સિરાજભાઇ વાજા સામે રૂ. 11.50 લાખની રિકવરી માટે કાઢેલી નોટીસમાં જણાવ્યું છેકે, વંથલી પાલિકામાં ડસ્ટબીનની ખરીદી ગોંડલની પેઢી પાસેથી ઓફલાઇન ટેન્ડરથી કરી હતી. એ રીતે પાલિકાના સ્વભંડોળને નુકસાન કર્યું હતું. વળી આ મામલે વંથલીની એડી. કોર્ટમાં આજ સુધી સ્ટે પણ નથી મેળવ્યો. અગાઉ પાલિકા કચેરીએ ઇસ્યુ કરેલી નોટીસનો આ સાથે અનાદર કર્યો હોઇ 3 દિવસમાં જો રકમ ભરપાઇ નહીં કરાય તો કાયદાકિય કાર્યવાહી હાથ ધરાશે.

મારી સાથે ખાર રખાય છે
અલ્માસબેનના પતિ સિરાજ વાજાએ જણાવ્યું હતું કે, મને એવી કોઇ નોટીસજ મળી નથી. મેં ભાજપના આગેવાનોની પેશકદમીની અરજી કરી છે. અને જેતે સમયે તેઓએ હાઇકોર્ટને ગેરમાર્ગે દોરી હતી. તેની આરટીઆઇ કરી એનો ખાર રખાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો