ટ્રાફિક કાયદાનો ભંગ બદલ કડક કાર્યવાહી:જૂનાગઢ શહેરમાં ઈ-મેમો નહી ભરનાર સામે NC કેસ દાખલ કરવા સૂચના

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેના ઈ-મેમો ભરવાના બાકી હોય તેઓ સામે પોલીસની લાલ આંખ

જૂનાગઢ શહેરી વિસ્તારમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિક કાયદાનો ભંગ કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી મારફત નજર રાખીને ઈ-ચલણ ઈસ્યું કરી વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાંઆવે છે. ઈ મેમો આધારે દંડ નહી ભરતા વાહન ચાલકો વિરૂદ્દ જૂનાગઢ પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં એન.સી. કેસ દાખલ કરવા માટેની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
તાત્કાલિક દંડ ભરવા સૂચના
જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા ઈ ચલણની આ વ્યવસ્થામાં કાયદાનો ભંગ કરતા વાહન ચાલકોના ઘરે ઈ મેમો મોકલવામાં આવે છે અને વાહન ચાલકો દ્વારા ઈ મેમો ભરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ હોઈ મોટા ભાગના વાહન ચાલકો દ્વારા ઈ મેમો ભરવામાં આવ્યો છે પરંતુ અમુક વાહન ચાલકો દ્વારા ઈ મેમો ભરવામાં આવતો નથી. ઘણા વાહન ચાલકો ઉપર તો બે અને ત્રણ-ત્રણ ઈ મેમો હોવા છતાં દંડ ભરવા માટે કોઈ ધ્યાન આપતા નહી હોવાની બાબત જિલ્લા પોલીસ વડાના ધ્યાને આવતા ઈ મેમો આધારે દંડ નહી ભરતા વાહન ચાલકો વિરૂદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવા માટેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે વાહન ચાલકોના ઈ મેમો ઈસ્યુ થયા છે તેઓએ તાત્કાલિક દંડ ભરવા જણાવવામાં આવ્યું છે. અન્યથા તેવા વાહન ચાલક વરૂદ્ધ કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવશે.
​​​​​​​વાહન ચેકિંગમાં સ્થળ પર દંડ વસૂલાશે
વાહન ચેકિંગ દરમિયાન પસાર થતા વાહનોના નંબર પોલીસ પોતાના મોબાઈલ ફોનમાંથી ચેક કરશે અને જે તે વાહન ચાલકનું ઈ ચલણના દંડની રકમ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય અને દંડ ભરપાઈ કરી નહી હોય તેવા વાહન ચાલક વિરૂદ્ધ સ્થળ ઉપર જ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...