તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરે મંગળવારે વિવિધ શાખામાં સરપ્રાઇઝ વિઝીટ કરતા સિનીયર અધિકારીઓ સહિત 21 કર્મીઓ ગેરહાજર જણાયા હતા. આ તમામને નોટીસ ફટકારી દિવસ 7માં યોગ્ય ખુલાસો કરવા, અન્યથા શિક્ષાત્મક કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવા જણાવાયું છે. મનાપાના કમિશ્નરની આ કામગીરીથી ગુલટીબાજ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ મનપાની અનેક શાખામાં કેટલાક સિનીયર અધિકારીઓ તેમજ કર્મચારીઓ ખાસ કરીને બપોરના લંચબ્રેક બાદ ગુલટી મારી જતા રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં મંગળવારે કમિશ્નર તુષાર સુમેરાએ મનપાની વિવિધ શાખામાં અચાનક એન્ટ્રી મારી કોણ હાજર, કોણ ગેરહાજર છે તેની તપાસ કરી હતી.
આ ચેકીંગ કામગીરી દરમિયાન સિનીયર શાખા અધિકારીઓ સહિત 21 કર્મીઓ બપોરના લંચબ્રેક બાદ ગાયબ રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં કમિશ્નર તુષાર સુમેરાએ તમામને નોટીસ પાઠવી દિવસ 7માં યોગ્ય ખુલાસો કરવા તાકીદ કરી છે. જો દિવસ 7 માં સંતોષજનક ખુલાસો કરવામાં નહી આવે તો આવા કર્મીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. કમિશ્નરના આકરા તેવરથી ગુલટીબાજ કર્મીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.દરમ્યાન અગાઉ પણ જૂનાગઢ મનપામાં અનેક કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા. તે સમયે ચેકીંગ દરમ્યાન ઝડપાયેલા કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે હવે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જરૂરી છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.