લોકોમાં રોષ:વિલીંગ્ડન ડેમ, દામોદર કુંડ બાદ નરસિંહ તળાવનું પણ જાહેરનામું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોસમ આવી જાહેરનામું પ્રસિદ્ધ કરવાની, વધુ એક જાહેરનામું !
  • નીચાણ વાળા વિસ્તારોમાં અવર જવર પર પ્રતિબંધ

વરસાદની સાથે જાણે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની મોસમ આવી હોય તેમ એકપછી એક જાહેરનામા પ્રસિદ્ધ થઇ રહ્યા છે. વિલીંગ્ડન ડેમ, દામોદર કુંડે જવા પર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ હવે શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવનો નીચાણ વાળો વિસ્તાર, સમગ્ર પાળીમાં લોકોની અવર જવર પર 16 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ કરતું જાહેરનામું એસડીએમ અંકિત પન્નુએ બહાર પાડયું છે.

દરમિયાન વિલીંગ્ડન ડેમ, દામોદર કુંડે જવા પર મુકેલા પ્રતિબંધનો શહેરભરમાંથી વિરોધ ઉઠી રહ્યો છે. ત્યાં નરસિંહ તળાવ વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ મૂકાતા લોકોમાં આશ્ચર્ય સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ઉબેણ, ઓઝત સિંચાઇ યોજના હેઠળના ગામો, હસ્નાપુર ડેમના પ્રભાવિત ગામોમાં પણ લોકોની અવર જવર પર 16 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું છે.

અન્ય સમાચારો પણ છે...