ધરપકડમાં અડચણ:40 કરોડનું ફૂલેકું ફેરવનાર ભૂગર્ભમાં નોતા, રાજકીય ઓથમાં સલામત હતા!

જૂનાગઢ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય લોકો સાથેના સંબંધો ધરપકડમાં અડચણરૂપ હતા

જૂનાગઢ, રાજકોટ, માળીયા હાટીના સહિતના અનેક ગામોમાં છેતરપિંડી કરી 40 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનારના રાજકીય લોકો સાથેના સંબંધોની પણ સરાજાહેર ચર્ચાઓ થઇ રહી છે. આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી નોતા ગયા પરંતુ રાજકીય ઓથના કારણે સલામત હતા. આમ,રાજકીય લોકો સાથેના સંબંધો આરોપીઓની ધરપકડમાં અડચણરૂપ બનતા હતા.

શહેરમાં મધુવન ગોલ્ડ આર્ટ અને શ્રીજી ગોલ્ડ નામની ભાગીદારી પેઢી દ્વારા સોનાના દાગીના બનાવીને વેંચવાનો ધંધો કરતા શ્યામ પાટડીયા અને લાડલેશ પાટડીયા સામે અનેક લોકોએ છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી. લોકોને વિવિધ યોજનાના બહાને વિશ્વાસમાં લઇ પૈસા પડાવી બાદમાં છેતરપિંડી કરતા હતા. આ રીતે 40 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરી હતી.

આરોપીઓ સામે કોર્ટમાંથી ધરપકડના વોરન્ટ નિકળવા છત્તાં છેલ્લા 3 વર્ષથી આરોપી મળતા ન હોય ભૂગર્ભમાં ઉતરી ગયાની વાતો વહેતી કરાઇ હતી! જોકે, રાજકીય ઓથના કારણે તેની ધરપકડ થતી ન હતી. જે સમયમાં તેઓ ફરાર હતા તે સમયે જ રાજકીય લોકો સાથેના તેના ફોટો સોશ્યલ મિડીયામાં ફરતા થયા હતા. જોકે, હવે તો રાજકીય સંબંધોમાં તિરાડ પડી હોય કે પછી પ્રેસર આવ્યું હોય આરોપીઓની ધરપકડ કરાઇ છે. ત્યારે હવેે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...