તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાસ્થ્ય:માનવીજ નહીં, ઝૂ અને જંગલનાં પ્રાણી -પક્ષીને પણ જોઇએ વિટામીન સી

જૂનાગઢ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
હરણ જેવા પ્રાણી બાવળના ફડિયા, વાનર આંબળા ખાવાનું પસંદ કરે છે. - Divya Bhaskar
હરણ જેવા પ્રાણી બાવળના ફડિયા, વાનર આંબળા ખાવાનું પસંદ કરે છે.
 • પક્ષીઓ ઉંબરા-વડલાના ટેટા, હરણ બાવળના ફડિયા, વાનર આંબળા ખાઇને મેળવે છે વિટામીન સી, પ્રાણીઓનો ખોરોક ઉનાળામાં ખૂબ જ ઓછો થઇ જાય છે

કોરોના થયો હોય તેઓને વિટામીન સીની ગોળી ખાસ અપાય છે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અને નબળાઇ દૂર કરવા તેની ખાસ જરૂર પડે છે. ત્યારે માનવીની જેમ જંગલમાં વસતા પ્રાણી અને પક્ષીઓ પણ પોતપોતાની રીતે વિટામીન સી યુક્ત ફળ ખાય છે. કુદરતી રીતેજ તેઓને આવા ફળ ખાવાની ઇચ્છા થઇ આવે છે. જંગલમાં વર્ષોથી ફરજ બજાવતા વનકર્મચારીઓના કહેવા મુજબ, પક્ષીઓ ઉનાળામાં ઉંબરાના વૃક્ષના અને વડના ઝાડના ટેટા, પીલુના ફળ, વગેરેમાંથી વિટામીન સી મેળવે છે. જ્યારે હરણ જેવા પ્રાણી બાવળના ફડિયા ખાય છે. એમાં પણ વિટામીન સી હોય છે.

તેમની ડોક પહોંચે ત્યાં સુધી તેઓ સીધા ઝાડ પરથી ખાય. અથવા નીચે પડ્યા હોય એ ખાય છે. વાનર જેવા પ્રાણીઓ આંબળા, જંગલી આંબાની કેરી જેવા ફળ ખાવાનું વધુ પસંદ કરે છે. તો સિંહ ઉનાળામાં નદી કે તળાવમાં પાણી સૂકાય ત્યારે સહેલાઇથી મળે એવા માછલાં શોધીને ખાય છે. કારણકે, તેમાં રેષા હોય છે. જ્યારે સક્કરબાગ ઝૂમાં રખાયેલા પ્રાણીઓને વિટામીન સી અને બીજા ખનીજ તત્વોની ઉણપ ન રહે એ માટે તેઓના ખોરાકમાં પણ ફેરફાર કરાય છે. ઝૂના વેટરનરી તબીબ ડો. કડીવાલ કહે છે, સિંહ, વાઘ, દીપડા, વરૂના પાંજરામાં પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ પાવડર અપાય છે.

જેમાં વિટામીન બી કોમ્પલેક્ષ, એડી3ઇ અને વિટામીન સી હોય છે. તો તેના પાણીના કુંડામાં ઓઆરએસ પણ નંખાય છે. આવા પ્રાણીઓનો ખોરાક ઉનાળામાં આપોઆપ ઘટી જાય છે. કદાચ વધુ આપ્યો હોય તો પણ તે અધૂરો છોડી દે. જ્યારે ફ્રૂટ ખાતા પક્ષીઓને તરબૂચ, ટેટી ઉપરાંત કેરી, મોસંબી, દ્રાક્ષ જેવા ફળ અપાય છે. જેથી તેમને વિટામીન સી પૂરતા પ્રમાણમાં મળી રહે. જ્યારે સાપ જેવા પ્રાણીઓનો ખોરાક ઉનાળામાં ખુબજ ઓછો થઇ જાય છે.

ડો. કડીવાલ કહે છે, રીંછ અને હિમાલયન હરણ જેવા પ્રાણીઓને ઉનાળામાં સૌથી વધુ સાચવવા પડે. આથી તેઓને ફ્રૂટના કટકા એક ડોલમાં ભરી તેમાં થોડું પાણી નાંખીને માઇનસ 20 ડિગ્રી તાપમાને થીજાવીને આઇસ કેન્ડી બનાવી દેવાય છે. અને ખોરાકમાં તેઓને એ આખી ડોલજ આપી દેવાય છે. તેઓ એ કેન્ડીને ચાટીને અને ફ્રૂટ ખાઇને ખોરાક મેળવે છે.

રીંછ અને હિમાલયન હરણની અલગથી કાળજી

પાંજરામાં ઠંડક માટેની વ્યવસ્થા: ડો. કડીવાલ
હરણ અને બાયસનના પાંજરામાં સ્પ્રીંકલરની વ્યવસ્થા કરાય છે.
પક્ષીના પાંજરાને ઉપરથી ઢાંકી દઇ તેના પર પાણીનો છંટકાવ અને અંદર ફોગીંગથી ઠંડક ઉભી કરાય છે.
સિંહ-વાઘના પાંજરામાં ફોગર સીસ્ટમ હોય. પણ તેના બચ્ચાં માટે કુલરની વ્યવસ્થા કરવી પડે.
સરિસૃપના પાંજરામાં જમીન ભેજવાળી રાખવા સાથે ગરમી બહાર ફેંકવા એક્ઝોસ્ટ ફેન રખાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો