માંગ:નોટીસ નહી કારખાનેદાર સામે કાર્યવાહી કરો: ફરિયાદ સમિતીમાં પ્રશ્ન પેન્ડીંગ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉબેણ નદીમાં ભળતા કેમીકલયુક્ત પાણી મામલે ધારાસભ્ય લાલઘૂમ
  • જ્યાં સુધી પગલાં નહી લેવાય ત્યાં સુધી પ્રશ્ન પેન્ડીંગ રહેશે

ઉબેણ નદીમાં ભળતા કેમીકલ યુક્ત પાણી મામલે માત્ર નોટીસ નહી ઠોસ કાર્યવાહી કરવા ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઓફિસરને તાકીદ કરી છે. એટલું જ નહી જ્યાં સુધી ઠોસ કાર્યવાહી ન થાય ત્યાં સુધી ફરિયાદ સમિતીમાં પ્રશ્ન પેન્ડીંગ રાખવા જણાવ્યું છે. આ અંગે ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ જણાવ્યું હતું, કે જેતપુરના કારખાનાઓ દ્વારા ઉબેણ અને ભાદર નદીમાં કેમીકલ યુકત પાણી છોડાઇ રહ્યું છે.

આવા પાણીથી ઝાલણસર, મજેવડી, માખીયાળા, આંબલીયા, રૂપાવટી, ધંધુસર જેવા ગામોના ભૂતળમાં પ્રદૂષણની માત્રા વધી ગઇ છે. ત્યારે કારખાનેદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અર્થે આ પ્રશ્નને ગત કલેકટર ફરિયાદ સમિતીમાં મુકવામાં આવ્યો હતો. દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવાયેલા સેમ્પલમાં 8 ટકા કરતા વધુ કેમીકલની માત્રા મળી હતી.

તેમ છત્તાં કારખાનેદારો સામે પગલાં લેવા ગાંધીનગર વડી કચેરી ખાતેથી મંજુરી મંગાઇ હોવાનું જૂનાગઢ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું. ત્યારે જ્યાં સુધી ઠોસ કાર્યવાહી ન થાય ત્યાં સુધી આ પ્રશ્નને પેન્ડીંગ રાખવા અને 20 ડિસેમ્બરે મળનાર ફરિયાદ સમિતીમાં આગળની કાર્યવાહી અંગે જાણ કરવા તાકીદ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...