તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:સોરઠ કન્ટેઇમેન્ટ ઝોનમાંથી મુક્ત, જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં મંગળવારે એક પણ કેસ નહીં

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો કન્ટેઇનમેન્ટ ફ્રિ બન્યો છે. કોરોનાના કેસ ઝીરો થવાની સાથે કન્ટેઇનમેન્ટ ઝોન પણ ઝીરો થતા તંત્રની સાથે લોકોએ પણ રાહતનો દમ લીધો છે. લાંબા સમય પછી ગો કોરોના ગો ...ની લોકોને અનુભૂતિ થઇ રહી છે.જૂનાગઢ જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટીવ કેસ તો ઝીરો પર હતા જ્યારે ડિસ્ચાર્જ થયેલ દર્દીની સંખ્યા 2 હતી. મૃત્યું પણ ઝીરો હતું જ્યારે કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 3 હતી જેમાં 3 ઘરના 8 લોકોનો સમાવેશ થતો હતો. દરમિયાન મંગળવારે કોરોના પોઝિટીવ કેસ તો ઝીરો હતા જ્યારે ડિસ્ચાર્જ થયેલા દર્દીની સંખ્યા 4 હતી.

મોતની સંખ્યા ઝીરો પર હતી સાથે કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા પણ ઝીરો થઇ ગઇ હતી. દરમિયાન મંગળવારે કોર્પોરેશન વિસ્તારમાં 1,970 અને ગ્રામ્ય વિસ્તારમાં 12,807 મળી કુલ 14,777ને કોરોનાથી રક્ષિત કરવા રસીકરણ કરાયું હતું. જ્યારે ગીર સોમનાથ જિલ્લો તો છેલ્લા 4 દિવસથી કોરોના કન્ટેઇનમેન્ટ ઝોન ફ્રિ બન્યો છે. 20 ઓગસ્ટ પછીથી અહિં કોરોના કન્ટેઇનેમન્ટ ઝોન ઝીરો છે. દરમિયાન મંગળવારે કેસ, ડિસ્ચાર્જ,મોત અને કન્ટેઇનમેન્ટ ઝોન બધું ઝીરો પર હતું.

જ્યારે કોરોના સામે રક્ષણ આપવા રસીકરણ કરાઇ રહ્યું હોય મંગળવારે 8,905 લોકોને કોરોના વેક્સિન અપાઇ હતી. આમ લાંબા સમય પછી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો કોરોનાથી મુક્ત બન્યો છે. ત્યારે આ સ્થિતી જળવાઇ રહે તે માટે લોકોએ કોરોનાની ગાઇડ લાઇન માસ્ક પહેરવું, ભીડભાડ વાળી જગ્યાએ ન જવું તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવું જરૂરી છે.

અમરેલીને બે દિવસે 16 હજાર ડોઝ રસીના મળે છે
જિલ્લા આરોગ્ય વિભાગના ડો. જાટે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં દર બે દિવસે રસીના 16 હજાર ડોઝ મળે છે. અત્યારે 40 હજાર કોવીશિલ્ડ અને 10 હજાર કોવેક્સીનના ડોઝ ઉપલબંધ છે.>જાટ, આરોગ્ય વિભાગના ડોકટર

અન્ય સમાચારો પણ છે...