બેદરકાર તંત્ર:જેતપુર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર સેફ્ટીના કોઇ પગલાં નહીં

ગડુ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાયવર્ઝનના બોર્ડના અભાવે વારંવાર અકસ્માતો સર્જાય છે

જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે પર રોડ સેફટીના અભાવે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. જ્યારથી રોડ બન્યો છે ત્યારથીજ નબળી કામગિરીના હિસાબે ચર્ચામાં રહ્યો છે. આ રોડના રીકન્સ્ટ્રકશનનું કામ હવે પૂર્ણતાના આરે છે. આ નેશનલ હાઈવે ઉપર સેફ્ટીના અભાવે અવારનવાર અકસ્માતો સર્જાય છે. મેઘલ નદી ઉપર છેલ્લા 5 વર્ષથી ડાયવર્ઝન છે. અને તેના હિસાબે અસંખ્ય અકસ્માતો થયા છે.

પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ ડાઇવર્ઝન ઉપર પણ ગાઇડનો અભાવ છે. ડાયવર્ઝનના બોર્ડ ન હોવાને કારણે ઘણા વાહનો રોંગ સાઈડમાં જવાથી અકસ્માત સર્જાય છે. ગઈકાલે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર રોંગ સાઇડમાં પૂરઝડપે પસાર થતાં બંને કાર સામસામે અથડાઇ હતી. એકના ચાલકને ઈજા પહોંચતાં સારવાર માટે વેરાવળ ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...