તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:સતત ત્રીજા દિવસે પણ ફોર્મ ભરવા કોઇ પાર્ટી મેદાનમાં નહી

જૂનાગઢ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • આજે ભાજપ વોર્ડ નં.15નાં ઉમેદવારનું ફોર્મ ભરશે

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 6 અને 15ની પેટા ચૂંટણી માટે સતત ત્રીજા દિવસે પણ કોઇ પાર્ટીનો ઉમેદવાર મેદાનમાં આવ્યો નથી. દરમિયાન 6 ફેબ્રુઆરી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. જોકે, છેલ્લા 2 દિવસમાં ફોર્મ ભરનાર ઉમેદવારો ઉમટી પડે તેવી સંભાવના વ્યકત થઇ રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 6ના કોર્પોરેટર હાસાનંદભાઇ નંદવાણી અને વોર્ડ નંબર 15ના કોર્પોરેટર ડાયાભાઇ કટારાનું નિધન થતા ખાલી પડેલી બન્ને બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે.

આ બન્ને બેઠકો કબ્જે કરવા ભાજપ, કોંગ્રેસ, એનસીપી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે, ફોર્મ ભરવાની તારીખ 1 થી 6 ફેબ્રુઆરી છે. દરમિયાન 3 ફેબ્રુઆરી સુધી એકપણ પાર્ટીના ઉમેદવારે ફોર્મ રજૂ કર્યા નથી. જયારે ભાજપ દ્વારા કાલે વોર્ડ નં.15નાં ઉમેદવાર ફોર્મ ભરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો