તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:મનપામાં સિટી ઇજનેરનો કાંટાળો તાજ પહેરવા કોઇ તૈયાર નથી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ચાર્જ કે પ્રમોશન નહિ, નવી જ નિમણૂંક કરવા જનતાની માંગ

જૂનાગઢ મહાનગરપાલિકાના સિટી ઇજનેર લલીતભાઇ વાઢેર 30 જૂને વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. જોકે, તેની નિવૃત્તિના 3 દિવસ વિતવા છતા આ પોસ્ટ ખાલી રહી હતી. આ પોસ્ટ પર ઇન્ચાર્જની પણ નિમણુંક કરાઇ ન હતી. બીજી તરફ એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે, સિટી ઇજનેરનો કાંટાળો તાજ પહેરવા કોઇ તૈયાર નથી. દરમિયાન મનપાના જ આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગત મુજબ એક અધિકારીની આ પોસ્ટ પર નિમણુંક કરવા માટે તૈયારી કરાઇ તો તેમણે રાજીનામું આપી દીધું હતું. બાદમાં તેમને સમજાવી રાજીનામું પાછું ખેંચાવી લીધું હતું.

જોકે, ત્યાર બાદ તે અધિકારી રજા પર ઉતરી ગયા છે જેથી સિટી ઇજનેરનો કાંટાળો તાજ પહેરવો ન પડે. બીજી તરફ લોકોમાં એવી ચર્ચા થઇ રહી છે કે, હવે જૂનાગઢને વધુ સારા સિટી ઇજનેર મળવા જોઇએ. હવે કોઇને ઇન્ચાર્જ બનાવે કે પછી કોઇને પ્રમોશન આપી આ સિટ પર બેસાડી દેવામાં આવે તેવું લોકો ઇચ્છતા નથી. ટેક્નોલોજીનો જાણકાર અને શહેરનો સર્વાંગી વિકાસ કરે તેવા સિટી ઇજનેરની લોકો ઝંખના કરી રહ્યા છે. શાસક પક્ષ આ માટે જરૂરી દરખાસ્તો કરી સરકારમાં રજૂ કરે તે જરૂરી છે. જો કે છેલ્લે હિતેશવામજાને ચાર્જ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...