તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ફિ નહિ તો એલસી નહિ, ઓનલાઇન શિક્ષણ નહિ

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેસેજ, ફોન પરથી વાલીઓને ટોર્ચર કરાય છે
  • 7 ખાનગી સ્કૂલોની હેરાનગતિ મામલે વાલીઓની રજૂઆત

કોરોના મહામારીમાં પણ ખાનગી સ્કૂલો દ્વારા ફિ વસુલવા વિવિધ રીતે પ્રેસર કરવામાં આવતું હોવાની રજૂઆત કરાઇ છે. આ અંગે મિલન કેલૈયાએ જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, શહેરની 7 જેટલી ખાનગી સ્કૂલો દ્વારા ફિ ભરવા માટે દબાણ કરાઇ રહ્યું છે. જો ફિ ન ભરે તો આગળના વર્ષમાં ઓનલાઇન શિક્ષણ બંધ કરવા, પ્રમોશન રોકવા તેમજ એલસી પણ આપવામાં નહિ આવે તેમ જણાવાઇ રહ્યું છે. ફિ વસુલવા માટે ખાનગી શાળા સંચાલકો મેસેજ, ફોન દ્વારા વાલીઓને ટોર્ચર કરી રહ્યા છે. જ્યારે રૂબરૂ જનાર વાલીઓને પણ ફિ ભરવા દબાણ કરાઇ રહ્યું છે.

હાલ કોરોના મહામારીના કારણે અનેક લોકોના ધંધા, રોજગાર પડી ભાંગ્યા છે, ઉપરથી સારવાર પાછળ પણ મોટી રકમ ખર્ચાઇ ગઇ હોય બચત પણ રહી નથી. ત્યારે ફિ ભરવામાં થોડો સમય આપે અને શાળાઓને આવી હરકત ન કરવા દિવસ 5માં નોટીસ આપવા પણ વાલીઓએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...