તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિટીકલ:સ્થાયી સમિતીની બેઠકમાં વિપક્ષને નો એન્ટ્રી, કોન્ટ્રાકટરને એન્ટ્રી !!

જૂનાગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેસીને ચર્ચા કરવાની ખાત્રી અપાઇ

વોર્ડ નંબર 4ના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ કમિશ્નર તુષાર સુમેરાને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે,સ્થાયી સમિતીની બેઠક કે જ્યાં માત્ર પ્રજાના કામોની ચર્ચા કરી મંજૂરી આપવાની હોય છે છત્તાં વિરોધપક્ષના કોર્પોરેટર કે અન્ય કોર્પોરેટરને બેઠકમાં પ્રવેશની છૂટ અપાતી નથી. જ્યારે તાજેતરમાં મળેલી સ્થાયી સમિતીની બેઠકમાં ભાજપના કાર્યકર અને કોન્ટ્રાકટરને પ્રવેશની મંજૂરી અપાઇ હતી. તેમણે પોતાની રજૂઆત પણ કરી હતી. ત્યારે કોન્ટ્રાકટરને સ્થાયી સમિતીમાં આવવાની મંજૂરી કઇ રીતે અને કોણે આપી હતી ? જો આવા કોન્ટ્રાકટરોને પોતાની સમસ્યા રજૂ કરવા પ્રવેશ અપાતો હોય તો વિરોધ પક્ષના કોર્પોરેટર તેમજ અન્ય તમામ કોર્પોરેટરને પણ સ્થાયી સમિતીની બેઠકમાં આવવાની મંજૂરી મળવી જોઇએ. ખાસ કરીને 8 ગાડી મનપામાં ચાલતી હતી અને પ્રજાના લાખ્ખો રૂપિયા આવી ભાડાની ગાડી પાછળ ખર્ચતા હતા. ત્યારે આ અંગે રજૂઆત બાદ આ ગાડીઓ બંધ કરાવી માત્ર 2 જ ગાડી રાખવાનો મનપાએ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...