તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:સિવીલમાં કોરોના દર્દી સાથે સગાને નો એન્ટ્રી

જૂનાગઢ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
સગા દ્વારા થતું કોરોના સંક્રમણ અટકાવવા સિવીલમાં એક્સ આર્મીમેન ગોઠવાયા - Divya Bhaskar
સગા દ્વારા થતું કોરોના સંક્રમણ અટકાવવા સિવીલમાં એક્સ આર્મીમેન ગોઠવાયા
 • કોરોના દર્દીના બેડ પર બેસતા, જમતા, સૂતા લોકો કોરોના બોમ્બ હોવાની રજૂઆત બાદ સીએમએ કહ્યું
 • જિલ્લામાં 2000માંથી 1,580 બેડ ઓક્સિજન સાથે, કૃષિ યુનિ.ના મશીન મેેડીકલ કોલેજને અપાયા હવે આરટીપીસીઆર ટેસ્ટ ઝડપથી થશે

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બુધવારે જૂનાગઢની મુલાકાત લીધી હતી. તેમણે સિવીલ હોસ્પિટલમાં જઇ દર્દીઓને મળી સિવીલમાં મળતી સારવાર, ભોજન વગેરે બાબતે ચર્ચા કરી હતી. બાદમાં અધિકારી, પદાધિકારીઓ સાથે બેઠક કરી કોરોનાની સ્થિતીની સમિક્ષા કરી હતી. બાદમાં રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી સામે લડવા જે તૈયારી કરાઇ છે તેની પત્રકારોને કલેકટર કચેરી ખાતે માહિતી આપી હતી. દરમિયાન જૂનાગઢ સિવીલમાં કોરોનાના દર્દીના બેડ પર તેમના સગા વ્હાલા બેસતા, વાતો કરતા, જમતા અને સૂતા હોવાની રજૂઆત કરાઇ હતી.

આવા લોકો બાદમાં બજારમાં પણ ફરતા હોય જીવતા કોરોના બોમ્બ સમાન બની જાય છે. ત્યારે આવા સુપર સ્પ્રેડરને અટકાવવા રજૂઆત કરાઇ હતી. બાદમાં મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરને સૂચના આપી હતી કે, હોસ્પિટલમાં કોરોના દર્દીની સાથે તેમના સગાને પ્રવેશ આપવાનો નથી. જ્યારે જિલ્લામાં 15 માર્ચ પછી બેડ વધારવામાં આવ્યા હોવાનું જણાવી સીએમએ જણાવ્યું હતું કે, હાલ જિલ્લામાં 2000 બેડ છે જેમાંથી 1,580 બેડ ઓક્સિજન સાથે છે.

આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ 3 દિવસે આવતો હોય આ મામલે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેની ટેસ્ટિંગ લેબોરેટરીથી મશીન મેડીકલ કોલેજની લેબોરેટરીને અપાયા છે જેથી વધુ ટેસ્ટ થઇ શકશે અને ઝડપથી રિઝર્લ્ટ પણ આવી શકશે. જ્યારે કેશોદમાં હોસ્પિટલનું કામ ઝડપથી થાય તે માટે સૂચના આપી છે તેમજ ગિરસોમનાથમાં પણ કોરોના ટેસ્ટિંગ રિપોર્ટ ઝડપથી થાય તે માટે સૂચના અપાઇ છે. દરમિયાન ધનવંતરી અને સંજીવની રથની સંખ્યા શહેરમાં 16 અને ગ્રામ્યમાં 19 છે તેની સંખ્યા પણ વધારાશે.

જૂનાગઢ સિવીલમાં સગા દ્વારા થતું કોરોના સંક્રમણ અટકાવવા માટે એક્સ આર્મિમેનનો બંદોબસ્ત ગોઠવાયો છે. સિવીલમાં અનેક દર્દીના સગા વ્હાલાઓ દર્દીના બેડ પર બેસી ગપાટા મારતા નજરે પડી રહ્યા હતા. એક બેડ પર 4 થી વધુ લોકો જોવા મળતા હતા. આવા લોકો કોરોનાના સુપર સ્પ્રેડર બની શકે છે.

આ અંગે સાગર નિર્મળે કલેકટરને રજૂઆત કરી હતી. દરમિયાન બુધવારે મુખ્યમંત્રી જૂનાગઢ કોરોના સમિક્ષા બેઠક માટે આવ્યા ત્યારે પણ આ મુદ્દે રજૂઆત કરાઇ હતી. બાદમાં સીએમએ સૂચના આપતા હાલ સિવીલમાં એક્સ આર્મીમેનનો બંદોબસ્ત ગોઠવાયો છે. દર્દીના પલગં પર બેઠેલા વધારાના સગા વ્હાલાઓને એક્સ આર્મીમેન દ્વારા દૂર કરાયા છે. હવે માત્ર એક બેડ પરના દર્દી સાથે માત્ર એક જ વ્યક્તિને રહેવા દેવાશે.

​​​​​​​જ્યાં વધારે કેસ ત્યાં વેક્સિનેશન
2.50 કરોડ વેક્સિન માટે ઓર્ડર અપાઇ ગયો છે. જેમ જેમ સ્ટોક આવશે તેમ વેક્સિનની કામગીરી વધારાશે. હાલ 45 થી ઉપરના માટે જેને બીજો ડોઝ હોય તેને પ્રાથમિકતા અપાશે. જ્યારે 45 થી નીચે અને 18 થી ઉપરના માટે ભવિષ્યમાં દરેક જિલ્લામાં કામગીરી કરાશે. હાલ જ્યાં કોરોનાના કેસ વધુ છે તેવા 10 જિલ્લાને વેક્સિનેશન માટે અગ્રિમતા અપાઇ છે.

14000 ગામડામાં મારૂં ગામ કોરોના મુક્ત ગામ અભિયાન
રાજ્યના 14,000 ગામડામાં સરપંચ, સભ્યો, ડીડીઓ, ગ્રામજનો સાથે વાર્તાલાપ કરી તાવ, શરદી, ઉધરસ વાળા લોકોને અલગ કરી તુરત ટેસ્ટિંગ કરાશે. જેથી તેઓ જલ્દી સાજા થાય અને સુપર સ્પ્રેડર ન બને. આ માટે ગામની શાળા, સમાજ વાડીમાં આઇસોલેશન વોર્ડ બનાવાશે.
સિવીલમાં જરૂરી સૂચના| હોસ્પિટલમાં દવા, ઇન્જેકશન, ઓક્સિજનનો જથ્થો જળવાઇ રહે તે માટે સૂચના અપાઇ છે. જરૂર પડ્યે ગાંધીનગરથી વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો