જૂનાગઢની માણાવદર બેઠક પર પાટીદાર આગેવાનની અઢી વર્ષ બાદ આજે ભાજપમાં ઘરવાપસી થઈ છે. જવાહર ચાવડાના ભાજપ પ્રવેશ સમયે નારાજ થઈ રાજીનામું આપનારા નીતિન ફળદુ આજે ફરી તેમના ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા છે. આજે નીતિન ફળદુ અને જવાહર ચાવડા એક જ મંચ પર જોવા મળ્યા હતા.
જૂનાગઢ જિલ્લામાં પાટીદાર સમાજમાં અગ્રણી ગણાતા ગાંઠિલા ઉમિયાધામના પ્રમુખ વાલજી ભાઈ ફળદુ અને તેમના પુત્ર શાપુર ગામનાં સરપંચ નિતિનભાઈ (ટીનુભાઇ) ફળદુ અલગ અલગ ગામના અને કોંગ્રેસ પાર્ટીના 200થી વધુ કાર્યકર્તાઓ એકી સુરે ટીનું ફળદુના સથવારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી જવાહરભાઈ ચાવડાને જીતાડવા ફરી ભાજપમાં જોડાયા. તેમજ વંથલી ,માણાવદર તાલુકા પંચાયત કોંગ્રેસના 2 સદસ્યો,આમ આદમી પાર્ટીનાના કાર્યકર્તાઓ તેમજ અલગ અલગ પક્ષોના કાર્યકર્તાઓ બહોળી સંખ્યમાં વંથલી કડવા પટેલ સમાજની વાડી ખાતે યોજાયેલ સભામાં જવાહર ભાઈના સમર્થનમાં ભાજપમાં જોડાયા હતા.
એક સમયના કટર હરીફ નીતિન ફળદુ અને જવાહર ચાવડા ફરી બંને એક મંચ પર આવ્યા છે ,2017 ની ચૂંટણીમાં ભાજપમાંથી પાટીદાર અગ્રણી ને 85 વિધાનસભાની સીટ પર કોંગ્રેસને હરાવવા માટે ભાજપે નીતિન (ટીનું)ફળદુ ને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી હતી. જેની સામે જવાહરભાઈ ચાવડા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા .અને એ ચુંટણીમાં નીતિન (ટીનું) ફળદુ નથી 29,000 મતથી કારમી હાર થઈ હતી. ત્યારબાદ જવાહર ચાવડાએ કોંગ્રેસ માંથી પક્ષ પલટો કરતા ભાજપમાં જોડાયા હતા .જેંને કારણે ભાજપ ના ટીનું ફળદુ અને તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો હતો. જવાહર ભાઈ ચાવડાના આવવાથી નીતિન ફળદુએ મહામંત્રી પદ અને ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. અને જવાહરભાઈ ચાવડા સામે પોતાનો બંડ પોકાર્યો હતો.
અઢી વર્ષ રાજકારણથી દૂર રહીને ફરીથી 2022ની ચૂંટણીમાં ભાજપમાંથી માણાવદરની સીટ ઉપર જવાહર ચાવડાની પસંદગી થતા જવાહરભાઈ ચાવડાએ પોતાના વર્ષો જૂના રાજકારણના અનુભવને વેગ આપ્યો હતો. અને ફરી ટીનું ફળદુ ને ઘરવાપસી કરવાના પોતાના પ્રયત્નો સફળ સાબિત કર્યા છે.ત્યારે આજે એક વખત ફરી જવાહર ભાઈને તારવા માટે તેમના સમર્થનમાં નીતિન (ટીનું) ફળદુ ભાજપમાં પ્રવેશ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.