ત્રિવેણી સંગમ:ગિરનાર તિર્થની નવ્વાણું યાત્રાનો આજથી પ્રારંભ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનવીય શક્તિ, દૈવી શક્તિ અને મંત્ર શક્તિનો ગિરનાર તિર્થ પર ત્રિવેણી સંગમ
  • અલગ અલગ રાજ્યોના 600થી વધુ આરાધકો આવ્યા

ભવનાથ સ્થિત ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસૂરિજી મહારાજ,પદ્મદર્શન વિજયજી મહારાજ, કલાપૂર્ણસુરીજી મહારાજના સમુદાયના સાધ્વી હંસકિર્તિજી મહારાજના સાનિધ્યે 10 નવેમ્બરથી ગિરનાર તિર્થની નવ્વાણું યાત્રાનો પ્રારંભ થનાર છે. આ યાત્રા માટે દક્ષિણ ભારતથી 400 અને ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી 200 મળી કુલ 600થીવધુ આરાધક ભાઇ- બહેનો આવ્યા છે. તેઓ દોઢ મહિના સુધી નવ્વાણું યાત્રાના કાર્યક્રમોમાં જોડાશે. તમામ પ્રભુભક્તોને કચ્છી ભવનથી ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં ઢોલ-નગારાના સંગીતના સથવારે પ્રવેશ અપાયો હતો.

આ તકે જય જય નેમિનાથના જયઘોષ સાથે અક્ષતથી તમામ આરાધકોના વધામણાં કરાયા હતા. દરમિયાન પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે, ગિરનાર તિર્થ સાધના અને શુદ્ધિની સાત્વિક ભૂમિ છે. પાપીઓને પણ પાવન કરવાની જેની પ્રચંડ તાકાત છે એવું મહાન તિર્થ છે. ગિરનારની ભોમકા પવિત્ર અણુ અને પરમાણુથી આચ્છાદિત છે. ગિરનાર માત્ર સાધુ, સંતો અને સાવજોની જ ભૂમિ નથી, પવિત્રતાના પૂંજ આ ધરતીમાં ધરબાયેલા છે. માનવીય શક્તિ, દૈવી શક્તિ અને મંત્ર શક્તિનો ગિરનાર તિર્થ પર ત્રિવેણી સંગમ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...