તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:રાજસ્થાન, બરોડા, અમદાવાદથી નવ વ્યક્તિઓ સોરઠમાં ઘુસી ગયા

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ જિલ્લામાં વધુ 172 લોકો સામે ફરિયાદ
 • જૂનાગઢમાં ઘરે ટ્યુશન કલાસ ચલાવનાર સામે કાર્યવાહી

પંથકમાં વધુ 172 લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. સરકાર દ્રારા ફસાયેલા લોકોને વતન જવાની છૂટછાટ અપાઈ હતી જો કે અમુક લોકો કોઈ મંજૂરી વિના જ અન્ય જિલ્લા કે રાજ્યમાંથી સોરઠ પંથકમાં આવી રહ્યાં છે અને અમદાવાદ, રાજસ્થાન, બરોડા, અરવલ્લીમાંથી 9 લોકો જૂનાગઢ જિલ્લામાં ઘૂસી ગયા હતા જેથી પોલીસે આ લોકો સામે કાર્યવાહી કરી હતી. આ સાથે જૂનાગઢમાં ઘરે ટ્યુશન કલાસ ચલાવનાર સામે પણ ફરિયાદ નોંધાઇ હતી. તેમજ માસ્ક ન પહેરનાર,બિનજરૂરી બહાર નિકળનાર સહિત વધુ 172 લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

માણાવદરમાં ચા - ઠંડાપીણા વેચનાર સામે ગુનો
સરકાર દ્રારા અમુક દુકાનો ખુલ્લી રાખવાની છૂટ અપાઈ છે જો કે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે.ત્યારે જ માણાવદરમાં ચા-ઠંડા પીણાંનું પાર્સલને બદલે દુકાન પર જ આપતા 2 લોકો સામે ગુનો દાખલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો