તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:જૂનાગઢમાં નવાબી કલેક્શન સાથેના મ્યુઝીયમની નવનિયુકત કલેક્ટરે મુલાકાત લીધી, તલસ્‍પર્શી વિગતો જાણી બ્યુટીફિકેશન કરવાની જાહેરાત કરી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મ્‍યુઝીયમનું નિરીક્ષણ કરતા કલેકટર રચિત રાજ - Divya Bhaskar
મ્‍યુઝીયમનું નિરીક્ષણ કરતા કલેકટર રચિત રાજ
  • મ્‍યુઝીયમમાં ઇ.સ. બીજી સદીથી 1947 સુધીના નવાબી કલેક્શન વિશેષ આકર્ષણનું કેન્દ્ર

ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો ધરાવતું જૂનાગઢનું મ્યુઝીયમ એક ઘરેણું હોવાની સાથે સોરઠનું ગૌરવ છે. લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્‍દ્ર બને તે માટે મ્યુઝીયમને પુરતી જગ્યા ફાળવવા સાથે બ્યુટીફીકેશન કરવાની નેમ નવનિયુકત જિલ્‍લા કલેકટર રચિત રાજે મ્‍યુઝીયમની મુલાકાત વેળાએ જણાવેલ હતુ. મ્‍યુઝીયમમાં ઉન્ટન બનાવવા સાથે લેન્ડ સ્કેપીંગ કરાશે, ડિશેબલ પર્સન માટે ટોયલેટ બ્લોક બનાવવા તેમજ મ્યુઝીયમને કેમ્પસ તરીકે વિકસાવવા તેમણે અધિકારીને જણાવ્યું હતું.

મ્‍યુઝીયમમાં ઇ.સ.બીજી સદીથી 1947 સુધીનાં નવાબી કલેક્શનની સમૃધ્ધી ધરાવતા નવ વિભાગો છે. જેમાં ચાંદીકલા વિભાગ, હથીયાર, ટેક્સટાઇલ વિભાગ મીનીયેચર પેન્ટીંગ સહિત તમામ વિભાગોની મુલાકાત લઇ જિલ્લા કલેક્ટર રચિત રાજએ કયુરેટર કીરણ વરીયા પાસેથી મ્‍યુઝીયમની તલસ્પર્શી વિગતો મેળવી હતી. મ્યુઝીયમને ઓરીજનલ લુક આપવા સાથે ડેવલપ કરવા પુરાતત્વના સંરક્ષણનાં નિયમોની આધીન મ્યુઝીયમની જાળવણી કરવા સહિતની બાબતો અંગે ચર્ચા કર્યા બાદ મ્યુઝીયમને વિકસાવવા જણાવ્યું હતું. મ્યુઝીયમમાં સેટો રાફ્ટીંગ અને વિડીયોગ્રાફીની કામગીરી ચાલે છે.

નવાબી વસ્તુઓના સંગ્રહથી સમુધ્ધ જૂનાગઢના મ્યુઝીયમના દરેક પ્રદર્શન બોર્ડના કાચ બુલેટપ્રુફ છે. સંગ્રહાલયની એક-એક કિંમતી વસ્તુઓની જાળવણી માટે બુલેટપ્રુફ કાચનો ઉપયોગ કરાયો છે. સુરક્ષા સાથે કિંમતી વસ્તુઓની જાળવણીનો પણ ઉદેશ છે. મ્યુઝીયમમાં સોના ચાંદીના કિંમતી આર્ટીકલ્સ તેમજ અહીંના એક-એક આર્ટીકલ્સ ખુબ કિંમતી છે. તેની સુરક્ષા માટે હેવી શોકેસ અને બુલેટપ્રુફ કાચ ઉપયોગમાં લેવાયા છે. કલેક્ટરની મ્‍યુઝીયમ મુલાકાતમાં આસી. કલેક્ટર અંકીત પન્નુ, નિવાસી કલેક્ટર ડી.કે.બારીયા, ચીટનીશ સીધ્ધાર્થ ત્રિવેદી સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...