કુતુહલ:બિલાડીના નવજાત બચ્ચાઓને પ્લાસ્ટિકની બેગમાં પેક કરી ફેંકી દીધા

માંગરોળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેના ગુંગળાઈ જતા મોત, એકનો જીંદગી માટે સંધર્ષ, પર્યાવરણની સંસ્થા વહારે

કાળા માથાના માનવીમાં સંવેદના જાણે કે મરી પરવારી હોય તેમ માંગરોળમાં આજે આંખો પણ ન ખુલી હોય તેવા બિલાડીના તાજા જન્મેલા બચ્ચાઓને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી કોઈ રસ્તા પર ફેંકી ગયું હતું. જે પૈકી બે નવજાતના ગુંગળાઈ જતા મોત થયા હતા. જ્યારે એક જીંદગી માટે સંઘર્ષ કરી રહ્યું છે. આજે વહેલી સવારે શહેરના જુના બસસ્ટેન્ડ નજીક વેરાવળ પીપલ્સ બેંક વાળી શેરીમાં એક પોલીથીન બેગમાં સળવળાટ જોવા મળતા રાહદારીઓ અને રહેવાસીઓ એકઠા થયા હતા. બેગ ખોલતા તેમાં ત્રણ બચ્ચા જોવા મળ્યા હતા. દેખાવે વિચિત્ર જણાંતા આ નવજાત ક્યા પશુના છે તે નક્કી ન કરી શકતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

દરમ્યાન પર્યાવરણ સાથે સંકળાયેલી સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશનને કોઈએ જાણ કરતા નરેશબાપુ ગોસ્વામી દોડી આવ્યા હતા. તેઓએ આ બેગ ચકાસતા બિલાડીના જ બચ્ચા હોવાનું માલૂમ પડ્યું હતું. પરંતુ શ્ર્વાસ રૂંધાઈ જતા બે બચ્ચાના મોત થયા હતા. જ્યારે એકની હાલત નાજુક હતી. તાબડતોબ તેને પ્રાથમિક સારવાર આપી ગાયનું દુધ આપવામાં આવ્યું હતું. દેખરેખ અને સારસંભાળની વાત તો દુર રહી, નાના અબોલ જીવોને જીવતે જીવ મોતના મુખમાં ધકેલી દેવાના આવા કૃત્ય વિરુદ્ધ લોકોમાં ધિક્કારની લાગણી પ્રસરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...