તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનદાતા:શ્વાસોશ્વાસ બંધ છતાં 9 દિવસની સારવાર બાદ બાળક સ્વસ્થ, કોરોનાગ્રસ્ત માતાના નવજાત બાળકને જીવનદાન મળ્યું

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વસ્થ થયેલા બોર્ન બેબીની તસવીર. - Divya Bhaskar
સ્વસ્થ થયેલા બોર્ન બેબીની તસવીર.
  • બાળકના હૃદયના ધબકારા ઘટી ગયા હોવાથી તબીબોએ સતત સારવાર આપતાં નોર્મલ થયું

જૂનાગઢ સિવિલમાં 20 એપ્રિલના રોજ પ્રસૂતિ માટે કોરોના પોઝિટિવ એક સગર્ભા એડમિટ કરવામાં આવ્યાં હતાં અને 1 મેના રોજ સગર્ભા માતાના પેટમાં રહેલા બાળકે મૂવમેન્ટ કરવાનું બંધ કર્યું હતું. તાત્કાલિક ગાયનેક વિભાગમાં સિઝેરિયન કરતાં માતાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ પછી નવી સમસ્યાઓ શરૂ થઇ હતી. શ્વાસોશ્વાસ બંધ છતાં 9 દિવસની સારવાર બાદ બાળક સ્વસ્થ થયું છે. કોરોનાગ્રસ્ત માતાના નવજાત બાળકને જીવનદાન મળ્યું છે.

ન્મના બે કલાકમાંવેન્ટિલેટર સહિતની સારવાર શરૂ કરાઈ
બાળકોના વિભાગના ડોક્ટરોની ટીમને બાળક સોંપવામાં આવ્યુ હતું. બાળકને તરત સીપીઆર આપવા સાથે નીયો નેટલ કેર યુનિટમાં બાળકની વેન્ટિલેટર સાથે સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. જન્મના બે-ચાર કલાકમાં જ વેન્ટિલેટર સહિતની સારવાર શરૂ કરવામાં આવી હતી. સિવિલના નિષ્ણાત તબીબો ડો.કેયૂર કણસાગરા, ડો.કલ્પેશ બાખલકિયા, ડો.ધવલ દેલવાડિયા, ડો.માલદેવ ઓડેદરા, ડો.અંકુર પટેલ, ડો.પારુલ વાઘેલાની ટીમે રાત-દિવસ મહેનત કરી હતી, ત્યારે ચાર દિવસ પછી નવજાત બાળકની હાલતમાં સુધારો આવ્યો હતો. બાળકની શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને અન્ય પેરામીટર નોર્મલ થયાં હતાં. ત્યાર બાદ પાંચ દિવસ બાળકની પોસ્ટ વેન્ટિલેટર કેર લય ઇન્ટક સર્વાઇવલ સાથે બાળક સ્વસ્થ થયું છે.

માતા અસ્મિતાબેન કોરોના પોઝિટિવ હતાં
બાળકની માતા અસ્મિતાબેન કોરોના પોઝિટિવ હતાં. સિવિલની સારવારથી સાજા થવા સાથે હસતું બાળક પણ તેમનો ખોળો ખૂંદતું હતું. બાળકની ડોક્ટરો બાદની સારસંભાળ ઈન્ચાર્જ સિસ્ટર જાગૃતિબેન સાથે સિસ્ટર કોમલબેન, મહેશ્વરીબેન, અરુણાબેનનું પણ એટલું જ યોગદાન રહ્યું હતું. સિસ્ટરની હૂંફાળી સારવાર બાળક અને માતા બન્ને માટે જીવનદાતા બને છે. સગર્ભા માતાના જન્મેલ ન્યૂ બોર્નબેબી હજુ સુધી કોરોના પોઝિટિવ આવ્યું નથી.

નિયોનેટલ કેર યુનિટ સહિતની સારવાર લોકો માટે આશીર્વાદ
કોરોનાના કપરા સમયમાં જૂનાગઢ સિવિલના તબીબોની ટીમની ઉમદા કામગીરીને બિરદાવતા બાળકના પિતા બિપિનભાઈ માઢકે જણાવ્યું હતું કે સિવિલના ડોક્ટરો મારા બાળકને બચાવવા રાત- દિવસ મહેનત કરી છે તેનો હું સાક્ષી છુ. ખાનગી દવાખાને મારે ચારથી પાંચ લાખનો ખર્ચ થાત અહીં મને તમામ સારવાર ફ્રીમાં મળી છે. સિવિલમાં વેન્ટિલેટર નિયોનેટલ કેર યુનિટ સહિતની સારવાર લોકો માટે આશીર્વાદ રૂપ છે.

સિવિલના બાળરોગ નિષ્ણાત ડો.કેયૂર કણસાગરાએ જણાવ્યું હતું કે હાઇરિસ્ક પેશન્ટ અને એ પાછું બાળક હોય ત્યારે તેને બચાવવું મુશ્કેલ હોય છે, પરંતુ આજ અમારા માટે પડકાર હોય છે. સિવિયર એસફેઝિયા નિદાન થાય અને અમારી ટીમ આવા બાળકને બચાવીને માતાને સોંપે અને માતા આનંદિત થાય એ જ અમારો સંતોષ છે.

અન્ય સમાચારો પણ છે...