કોરોનાનો કહેર:જૂનાગઢ અને ગિર સોમનાથમાં નવા 43 કોરોના પોઝિટીવ, 1 મોત

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં 41 અને ગિર સોમનાથમાં 10 ડિસ્ચાર્જ

સોરઠમાં આજે કોરોનાના નવા 43 કેસો પોઝિટીવ આવ્યા છે. તેઓને સિવીલ હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. તેની સામે બંને જિલ્લામાં કોરોનાના કુલ 51 દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે.

જૂનાગઢ જિલ્લામાં અાજે કોરોનાના નવા 28 પોઝિટીવ કેસો આવ્યા છે. તેની સામે 41 ને ડિસ્ચાર્જ કરાયા છે. આજે એકપણ કોરોના પોઝિટીવ દર્દીનું મોત નથી થયું. જૂનાગઢ જિલ્લામાં કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા 190 છે. તેમાં ઘરોની સંખ્યા 1910 જ્યારે આ ઝોનની વસ્તી 7066 ની છે.ગિર સોમનાથ જિલ્લામાં આજે કોરોનાના નવા 15 પોઝિટીવ દર્દીને સિવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેની સામે 10 ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 1 વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું છે. ગિર સોમનાથ જિલ્લામાં કુલ 223 કન્ટેન્મેન્ટ ઝોન છે.

અન્ય સમાચારો પણ છે...