ઓનલાઇન ચૂકાદો:પાડોશીએ કમ્પાઉન્ડમાં માર્જીન નોતો છોડ્યો, કોર્ટે કહ્યું દૂર કરો

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ કોર્ટે ઓનલાઇન ચૂકાદો જાહેર કર્યો

શીતલનગરમાં માર્જીન વાળી જગ્યામાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દિવસ 30 માં દૂર કરવા જૂનાગઢ કોર્ટે ઓનલાઇન આદેશ કર્યો છે. શહેરના શિતલનગરમાં રહેતા રમણીકલાલ ગોવિંદભાઇ પરસાણીયાએ ગીતાબેન રમેશભાઇ સોલંકી સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે,ગીતાબેન સોલંકી દ્વારા રમણીકભાઇના મકાનની કમ્પાઉન્ડ વોલ તરફ માર્જીન વાળી જગ્યામાં બાંધકામ કરવામાં આવેલ છે અને આ બાંધકામ ગેરકાયદેસર છે. આ મામલે જૂનાગઢના બીજા એડિશ્નલ સિવીલ જજની કોર્ટમાં કેસ ચાલી જતા બીજા અધિક સિવીલ જજ એચ. આર. પટેલે ઓનલાઇન ચૂકાદો આપ્યો હતો.

ચૂકાદામાં જણાવાયું હતું કે, રમણીકભાઇની કમ્પાઉન્ડ વોલ તરફની માર્જીન વાળી જગ્યામાં ગીતાબેન સોલંકી દ્વારા કરવામાં આવેલ બાંધકામ પરવાનગીથી વિપરીત ગેરકાયદેસર છે. ત્યારે આ ગેરકાયદેસર બાંધકામ દિવસ 30 માં દૂર કરવું. જો સમય મર્યાદામાં બાંધકામ દૂર કરવામાં નહિ આવે તો મનપાના કમિશ્નરે નિયમ મુજબ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવું.

અન્ય સમાચારો પણ છે...