નજીવી બાબતે હુમલો:વિસાવદરમાં મકાન ભાડે આપવાની ના પાડતા યુવાન ઉપર પાડોશીઓએ જીવલેણ હુમલો કર્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને બચાવવા ગયેલી તેની પત્નીને પણ મારમાર્યો
  • સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં ખોડિયારપરા વિસ્તારમાં રહેતા યુવાને મકાન ભાડે આપવાની ના પાડતા તેના પાડોશીએ પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેથી યુવાનને બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. યુવાનને છોડાવવા વચ્ચે પડેલી તેની પત્નીને પણ મારમાર્યા હતો. આ મામલે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિસાવદરના ખોડિયારપરા વિસ્તારમાં રહેતા મુકેશ વલકુભાઇ ચૌહાણ ઘરે હતો. ત્યારે તેના પાડોશમાં ભાડે રહેતો ગોપાલ નાથા બાંભણીયા, તેની પત્ની મનીષાબેન અને મામાનો દીકરો સંદીપ આવી મુકેશભાઈને મકાન ભાડે આપવા કહ્યું હતું. જે અંગે મુકેશભાઈએ કહ્યું કે, હું દારૂડીયાને મકાન ભાડે આપતો નથી. આથી ગોપાલની પત્ની મનિષાબેને કહ્યું તમે અમને ચાલવાની પણ ના પાડી છે એમ કહી બોલાચાલી કરી હતી.

આ દરમિયાન ગોપાલે ઉશ્કેરાઈ જઈને મુકેશભાઈના માથામાં પાછળથી પાઈપ મારી દેતા બેભાન થઈ પડી ગયા હતા. બાદમાં સંદીપે તેને ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ સમયે મુકેશભાઈના પત્ની મુક્તાબેન વચ્ચે પડતા મનીષાબેને તેમને પણ લાકડાના ધોકા વડે મારમાર્યો હતો. બાદમાં અન્ય લોકો આવી જતા આ ત્રણેય નાસી ગયા હતા. ત્યારબાદ બેભાન અવસ્થામાં મુકેશભાઈને સારવારમાં લઈ જવાયા હતા. આ અંગે મુક્તાબેને ફરિયાદ કરતા પોલીસે ગોપાલ નાથા બાંભણીયા તેની પત્ની મનીષાબેન અને સંદીપ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામાપક્ષે મનીષાબેન બાંભણીયાએ મુકેશ સરાણીયા અને તેના પત્ની મુકતાબેન સામે અમારા ફળીયામાંથી કેમ ચાલે છે તેમ કહી જ્ઞાતી પ્રત્યે અપમાનિત કરી ધોકા વડે મારમારી ઇજા કર્યાની ફરિયાદ કરી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...