તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી ઉજવણી:ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવતા ગીરનાર રોપવેમાં 20 ઓગસ્ટ સુધી નીરજ નામના વ્યકિત કરી શકશે નિઃશુલ્ક સફર

જૂનાગઢએક મહિનો પહેલા
  • નીરજ ચોપરાના માનમાં રોપ-વેનું સંચાલન કરતી કંપનીએ જાહેરાત કરી

ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડમેડલ આપવનાર નીરજ ચોપરા સમગ્ર ભારત દેશનું ગૌરવ વધાર્યું છે. ત્યારે જુનાગઢ ગિરનાર રોપવે ના મેનેજમેન્ટ દ્વારા નીરજ નામના વ્યક્તિને વિનામૂલ્યે રોપ વે ની સફર કરવાની જાહેરાત કરી છે. આગામી તા.20 ઓગષ્ટ સુધી રોપ વે ની સફર કરવા માટે નીરજ નામની કોઈ વ્યક્તિ આધાર પુરાવા સાથે આવશે તેને મફત સફર કરાવવામાં આવશે તેવી જાહેરાત સંચાલન કરતી કંપનીએ કરી છે.

ટોક્યો ખાતે રમાયેલ ઓલિમ્પિકમાં ભારતના નિરજ ચોપડાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે જેની ઉજવણી આખો દેશ કરી રહ્યો છે ત્યારે આગામી ૨૦ ઓગસ્ટ સુધી નીરજ નામની કોઇ પણ વ્યક્તિ જૂનાગઢ ખાતે ગિરનાર રોપવે માં બેસી શકશે. જેની પાસેથી ટિકિટ ના પૈસા લેવામાં નહીં આવે તેવી જાહેરાત ઉષા બ્રેકો દ્વારા કરવામાં આવી છે જેના માટે નીરજ નામ ધરાવનાર વ્યક્તિએ તેની ઓળખ અને પુરાવા આપવવાના રહેશે તેમજ અંબાજી મંદિરમાં દર્શન કરનાર નીરજ નામના વ્યક્તિનું સન્માન પણ કરવામાં આવશે તેવી મહંત અને રોપ વે નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીના અધિકારી જી. એમ. પટેલ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...