બેઠક:પોલીસ, કોર્પોરેશન, પીજીવીસીએલને મોહર્રમને લઇ જરૂરી સૂચના અપાઇ

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે કલેકટર કચેરીમાં બેઠક
  • કોરોનાના કારણે 2 વર્ષ બંધ રહ્યા બાદ મહોરમની થશે ઉજવણી

જૂનાગઢ કલેકટર કચેરી ખાતે મહોરમ, તાજીયાને લઇ બેઠક યોજાઇ હતી. બેઠકમાં તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઇ તે માટે સલંગ્ન શાખાને જરૂરી સૂચના અપાઇ હતી. આ અંગે મધુર સોશ્યલ ગૃપના સલીમભાઇ ગુજરાતીએ જણાવ્યું હતું કે,ખાસ કરીને તહેવાર દરમિયાન વિજ પુરવઠો બરોબર જળવાઇ રહે તે માટે પીજીવીસીએલને સ્ટેન્ડ બાય રહેવા અને જનરેટર સેટ તૈયાર રાખવા સૂચના અપાઇ હતી. પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ જ્યારે સેજ નમે ત્યારે ટ્રાફિકજામ ન સર્જાય તે માટે જરૂરી બેરીકેટ રાખવા જણાવાયું હતું.

જ્યારે કોર્પોરેશનને સફાઇ જળવાઇ રહે તે માટે સૂચના આપી હતી. દરમિયાન કોરોનાના કારણે સતત 2 વર્ષ બંધ રહ્યા બાદ આ વર્ષે મહોરમને મનાવાશે અને તાજીયાનું ઝુલુસ નિકળશે.આ તકે અધિક કલેકટર બાંભણીયા, ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, અદ્રેમાનભાઇ પંજા, બટુકભાઇ મકવાણા,અશ્વિનભાઇ મણિયાર, સોહેલ સિદિકી,વહાબભાઇ કુેરેશી,સાકીરભાઇ બેલીમ, દાતાર કમિટીના મુન્નાભાઇ, સફીભાઇ બંગાળી, મહેબુબભાઇ પંજા વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...