ફરિયાદ:વંથલી પાસે તું દારૂની હેરાફેરી કરે છે,ચેક કરવાનું કહી યુવાનને લૂંટી લીધો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.11,600 કઢાવ્યા બાદ ધમકી આપી

પોરબંદરમાં રહેતો એક યુવાન બાઈક લઈને પોરબંદર થી વિસાવદર તરફ જતો હતો ત્યારે એક બાઈક ચાલકે રસ્તામાં અટકાવી કહ્યું હતું કે તું દારૂના ફેરા કરે છે. તને ચેક કરવો છે બાદમાં લૂંટ ચલાવવામાં આવતાં વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,પોરબંદરમાં રહેતાં પાર્થ વિજયભાઈ નિમાવતે વંથલી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ,પાર્થ બાઈક લઈને પોરબંદર થી વિસાવદર જઈ રહ્યોં હતો.

ત્યારે વંથલી નજીક માણાવદર રોડ પર એક બાઈક ચાલકે ઉભો રાખ્યો હતો અને કહ્યું હતું કે તું દારૂના ફેરા કરે છે.તને ચેક કરવો છે.બાદમાં પાર્થના ખિસ્સામાંથી રૂ.11,600 બળજબરી પૂર્વક કઢાવી લીધા હતાં. અને ગાળો ભાંડી હતી.તેમજ પિસ્તોલ જેવું હથિયાર બતાવી ધમકી આપી હતી.જેથી અજાણ્યા શખ્સ વિરૂદ્ધ વંથલી પોલીસે ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.વધુ તપાસ પીએસઆઈ વી.કે ઉજીયા ચલાવી રહ્યાં છે

અન્ય સમાચારો પણ છે...