અકસ્માત:વંથલી પાસે એસટીએ બાઈકને હડફેટે લીધું, 2 વ્યક્તિને ઈજા

જુનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેશોદના રાણીગપરા પાસે કારે બાઈકને ઠોકર મારી

કેશોદ પંથકના રાણીગપરા ગામ પાસે પુરપાટ ઝડપે આવતી કારે બાઈકને ઠોકર મારી હતી. જેથી બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય એક બનાવમાં વંથલી પાસે એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, કેશોદમાં રહેતાં એજાજશા શબ્બીરશા સાહમદારે નોંધાવેલી ફરિયાદ મુજબ, એજાજશા અને અન્ય એક સભ્ય રાણીગપરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે એક કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી બાઈકને ઠોકર મારી હતી. જેથી આ બન્નેને ઈજા પહોંચી હતી.અને કાર ચાલક નાસી ગયો હતો.

જ્યારે વંથલીમાં રહેતાં અજુખાન ગુડુભાઈ એ નોંધાવેલી ફરિયાદ મુજબ, અજુખાન અને અન્ય એક સભ્ય બાઈક લઈને વંથલી ગામમાં જતા હતા ત્યારે મેંગો માર્કેટ પાસે એસટી બસ ચાલકે આ બાઈકને હડફેટે લીધું હતું. જેથી મુબીનભાઈને માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેમજ અજુખાનને પણ ઈજા પહોંચી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે આ બંન્ને બનાવને લઈ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...