વિવાદ:ડુંગરપુર પાસે બે પરિવાર સામસામે, પાઈપ અને છુટા પથ્થરનાં ઘા માર્યા

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંને પક્ષે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

જૂનાગઢમાં રહેતા લીલુબેન રમેશભાઈ ચારોલીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની નણંદને ભગાડી જવાની બાબતે ખડીયા ગામે સમાધાન માટે ગયા હતા. જ્યાં સમાધાન ન થતા લીલુબેન અને સાહેદો રીક્ષામાં પરત ફર્યા હતા. અને ડુંગરપુર રોયલ્ટી નાકા પાસે પહોંચ્યા ત્યારે દિનેશ રમેશભાઈ, અજય રમેશભાઈ અને સંજય રમેશભાઈ રહે.ડુંગરપુર પાઈપ સાથે ધસી આવી રીક્ષા રોકાવી પાઈપથી માર માર્યો હતો. તેમજ સાહેદો રીક્ષામાંથી નીચે ઉતરતા દિનેશે પથ્થરનો છુટો ઘા મારતા લીલુબેનને હોઠમાંથી લોહી નિકળેલ અને 2 દાંત પડી ગયા હતા. તેમજ સંજય પાસેથી દિનેશે પાઈપ લઈ લીલાબેનને મારી વધુ ઈજા પહોંચાડી હતી.

જ્યારે સામાપક્ષે દિનેશભાઈ રમેશભાઈ માથાસુરીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ખડીયા ગામે બૈરાઓ રીસામણે હોય જે બાબતે સમાધાનની વાત ચાલતી હોય જે ન થતા ત્યાંથી છુટા પડ્યા હતા. અને ડુંગરપુર પાસે દિનેશભાઈ અને સાહેદો ઉભા હોય ત્યારે ભીમા લાલુભાઈ, માલદે ભીમાભાઈ, રમેશ ભીમાભાઈ અને ઠગા ગોવિંગભાઈએ દિનેશ અને સાહેદોને ઢીકાપાટુનો માર મારી માલદેને પથ્થરનો છુટો ઘા મારી માથાના પાછળના ભાગે ઈજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...