રેસ્ક્યુ:વંથલીના ટિકરમાં NDRFની ટીમે સગર્ભાનું રેસ્ક્યુ કર્યું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 108ની ટીમ દ્વારા વંથલીમાં કરાઇ ડિલીવરી

વંથલી તાલુકાના ટિકર ગામે ભારે વરસાદમાં ફસાયેલ એક સગર્ભાનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં 108ની ટીમે વંથલી સીએચસીમાં મહિલાની નોર્મલ ડિલીવરી કરાવી હતી. આ અંગે મળતી વિગત મુજબ રવિવારની રાત્રીથી મેઘરાજાએ ધુંઆધાર બેટીંગ કરતા અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા હતા. ત્યારે પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા એનડીઆરએફની ટીમની મદદ લેવાઇ હતી.

દરમિયાન વંથલી તાલુકાના ટિકર ગામે એક સર્ગભાને પ્રસુતિની પિડા ઉપડી હતી. જોકે, ભારે વરસાદના પગલે ચારો તરફ પાણી ભરાતા પરિવારજનો ચિંતામાં પડ્યા હતા. આ અંગેની જાણ થતા જિલ્લા વહિવટી તંત્ર અને એનડીઆરએફની ટીમ મદદે આવી હતી અને સગર્ભાનું રેસ્ક્યુ કરી તેને બહાર કાઢવામાં આવ્યા હતા. દરમિયાન સગર્ભાને પ્રસુતિની પિડા વધી હોય 108ની ટીમે વંથલી સીએચસી ખાતે મધ્યરાત્રીના નોર્મલ ડિલીવરી કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...