નવરાત્રિ મહોત્સવ:ચોરવાડમાં પ્રખ્યાત ઝુંડ ભવાની માતાજીના મંદીરે ધામધુમથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાશે

વેરાવળ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝુંડ ભવાની માતાજી મંદિર - Divya Bhaskar
ઝુંડ ભવાની માતાજી મંદિર
  • મંદિરમાં પ્રાચીન રાસ ગરબા અને દાંડીયા રાસનું આયોજન
  • ખેલૈયાઓમાં નવરાત્રિને લઈ ઉત્સાહ

વેરાવળ નજીકના ચોરવાડ ખાતે આવેલા પ્રખ્યાત ઝુંડ ભવાની માતાજી મંદિરના સાનિધ્યમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન સરકારની ગાઇડલાઇન સાથે કરવામાં આવશે. જેમાં તા.7 થી ગરબા શરૂ થશે.

આ અંગે ભવાની ઉત્સવ સમિતિ તથા ચોરવાડ ઝુંડ ભવાની માતાજી મંદિર ટ્રસ્ટના નારણભાઇ ચુડાસમાએ જણાવ્યું કે, માં ના ચરણેમાં સમીપે રહીને પારંપારીક સદમાર્ગે જવા માટેનો તેમજ પ્રકાશમય રસ્તો પસંદ કરી નવદિવસ મા ની ભક્તિથી આસુરી શકિતનો નાશ કરવાની ઉપાસના અને તંદુરસ્ત આશાસ્પદ વ્યકિત્વ એટલે પ્રકૃતિમાં જીવ માત્ર પાસે રહેતી માનસીક અને શારીરીક તાકાતમાં સ્ત્રીત્વના દર્શન એટલે શક્તિ માં ની ઉપાસના અને શક્તિના મીલનથી આસુરી શકિતનો નાશ કરવા નવરાત્રિ મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ ઉત્સવમાં આવતીકાલે ગુરૂવારે માતાજીની સધ્યા આરતી બાદ સાંજે આઠ કલાકે મા ના ગરબા શરૂ થશે. તા.7 થી તા.15 સુધી પ્રાચીન રાસ ગરબા અને દાંડીયા રાસનું આયોજન રાત્રીના નવ થી બાર વાગ્યા સુધી કરવામાં આવેલું છે. જયારે તા.16 ના વિજયા દશમી (દશેરા) ના દિને રાત્રીના નવ થી બાર સુધી તથા તા.20 ના શરદપૂનમ (શરદોત્સવ) ના દિને પણ રાત્રીના નવ થી બાર વાગ્યા સુધી નવરાત્રી ઉત્સવનું આયોજન કરાયેલ છે. આ નવરાત્રી ઉત્સવમાં છેલ્લા દિવસે ખૈલૈયાઓને પ્રોત્સાહીત કરવામાં આવશે. ત્યારે સરકારની ગાઇડ લાઇનના પાલન સાથે માતાજીના આ પવિત્ર કાર્ય માટે સૌને જોડાવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...