તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંમેલન:ગીર સોમનાથમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યની હાજરીમાં નારી શક્તિ સંમેલન યોજાયુ

વેરાવળ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નારીનું ગૌરવગાન નારી શક્તિનું સન્માન : ડો.રાજુલબેન દેસાઇ

ગીર સોમનાથના જિલ્લા મથક વેરાવળમાં કોમ્યુનીટી હોલમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલબેન દેસાઇના અધ્યક્ષસ્થાને નારીશક્તિ સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં અધ્યક્ષ ડો.દેસાઇએ જણાવેલ કે, રાજયમાં મહિલા સશક્તીકરણમાં 2.89 લાખ સખી મંડળમાં 30.64 લાખ સભ્યો દ્રારા આર્થીક ઉપાર્જન કરવામાં આવે છે. મહિલાઓ અંગે વિવિધ કાયદાઓમાં જરૂરી સુધારા અને બદલાવ લઇ આવવાની જરૂર જણાય છે. ત્યાં કેન્દ્ર સરકાર બદલાવ લાવી રહી છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા માતાઓને રૂ.6 હજારની સહાય આપવામાં આવે છે.

વઘુમાં કહેલ કે, 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓને તાકીદની પરિસ્થિતિમાં ધટનાસ્થળ પર કાઉન્સેલિંગ તથા રેસ્ક્યુની સુવિધા, સલાહ અને માર્ગદર્શન પુરૂ પાડી રહી છે. મહિલાઓના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અનેકવિધ પગલાઓ લીધા છે. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, જનની શિશુ સુરક્ષા યોજના, મમતા દિવસ, ચિંરજીવી યોજના, ખિલખિલાટ ફસ્ટ રેફરલ યુનિટ સુદ્રઢીકરણ, ઓબ્સેટેટ્રીક આઇ.સી.યુ. વગેરે યોજનાઓ અમલમાં છે. સંમેલનમાં જી.પં. પ્રમુખ રામીબેન વાજા, મહિલા મોરચાના પ્રમુખ નીશાબેન ગોહીલ, પુર્વ પાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, નંદુબેન સહિત બહેનો હાજર રહી હતી.

જિલ્લામાં થયેલી મહિલા કલ્યાણલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલબેન દેસાઇના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાય હતી. જેમાં બાળ સુરક્ષા અધિકારી જીગર જસાણીએ મહિલા વિભાગો સાથે સંકલન કરી જિલ્લા સ્તરે કરવામાં આવેલ મહિલા કલ્યાણલક્ષી કામગીરીનું પ્રેઝન્ટેશન થકી માહિતી આપી હતી. કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની શિશુ સુરક્ષા યોજના, મમતા દિવસ, ચિરંજીવી યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના, ખિલખિલાટ, વ્હાલી દીકરી યોજના અંતગર્ત કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તકે મહિલા આયોગના સભ્ય ડો.રાજુલબેન દેસાઇએ મહિલાઓના હક્ક, સુરક્ષા, અંગે જાગૃતિ લાવવા માટે જાગૃતિલક્ષી વઘુમાં વઘુ કાર્યક્રમો યોજવા પર ભાર મુક્યો હતો.

બેઠકમાં જિલ્લા કલેકટર રાજદિપસિંહ ગોહીલ, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે.ખાચર., આરોગ્ય વિભાગના ડો.અરૂણ રોય સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...