તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:નરસિંહ યુનિવર્સિટીની પરીક્ષા, ચોથા દિવસે 3 કોપી કેસ, 31,627માંથી 849 છાત્રો ગેરહાજર રહ્યા

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ અને લોએજ પરીક્ષા કેન્દ્રમાં ચોરી થતી હતી

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષામાં ચોથા દિવસે 3 કોપી કેસ થયા છેે. આ અંગે કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા યુજી સેમેસ્ટર 1ની પરીક્ષા લેવાઇ રહી છે.

આમાં બીએ, બીએ(હોમ સાયન્સ), બીકોમ, બીબીએ, બીએસસી, બીએસસી (આઇટી), ફોરેન્સીક સાયન્સ, હોમ સાયન્સ, બીઆરએસ, બીએસડબલ્યુ સહિતની પરીક્ષાનો સમાવેશ થાય છે. દરમિયાન 3 સેશનમાં 71 કેન્દ્રો પર લેવાયેલી પરીક્ષામાં 31,267 માંથી 849 છાત્રો ગેરહાજર રહ્યા હતા. જ્યારે ચોથા દિવસે કુલ 3 કોપી કેસ કરાયા છે, જેમાં જૂનાગઢ અને લોએજ પરીક્ષા કેન્દ્રોનો સમાવેશ થાય છે. દરમિયાન પરીક્ષામાં ચોરીના દૂષણને ડામવા માટે સીસીટીવી કેમેરા દ્વારા તેમજ સ્ક્વોડ દ્વારા ખાસ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...