કોપી કેસ:નરસિંહ યુનિ. સેમે.1 ની પરીક્ષા, ત્રણ દિવસમાં કુલ 19 કોપી કેસ

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 77 કેન્દ્રો ઉપર કુલ 29,452 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા

જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વિવિધ 77 કેન્દ્રો ઉપર સેમેસ્ટર-1 ની રેગ્યુલર તથા એક્સટર્નલ ઓફલાઈન પરીક્ષા યોજાઇ રહી છે. આ પરીક્ષામાં 3 દિવસમાં 19 કોપીકેસ થયા છે. આ અંગે નરસિંહ મહેતા યુનિવર્સસિટીના કુલપતિ પ્રો.ડો.ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા બીએ.,બીએ(હોમ સાયન્સ),બીકોમ, બીએસસી,બીએસસી (હોમ સાયન્સ),બીબીએ, બીસીએ, બીએસસી(ફોરેન્સિક સાયન્સ), બીએસસી (આઈટી), બીએસડબલ્યુ, બીઆરએસની પરીક્ષા લેવાઇ રહી છે. પરીક્ષાના ત્રીજા દિવસે આઠ કોપીકેસ થયા છે.

પરીક્ષામાં કુલ 29,452 વિદ્યાર્થીઓ વિવિધ કોલેજોમાં નોંધાયા છે. ત્રીજા દિવસે લોએજ ખાતે 1, કોડીનારમાં 2, મેંદરડામાં 4 તથા જૂનાગઢમાં 1 કોપીકેસ કરાયો છે. સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન,ગુજરાતી તથા એલિમેન્ટસ ઓફ એકાઉન્ટસમાં કોપીકેસ થયા છે. અત્યાર સુધીમાં ત્રણ દિવસમાં કુલ 19કોપીકેસ નોંધાયા છે જેમાં હિન્દી, અંગ્રેજી, બિઝનેશ મેનેજમેન્ટ, સીએસ, સંસ્કૃત, સમાજશાસ્ત્ર,મનોવિજ્ઞ ાન, ગુજરાતી, એકાઉન્ટ, પ્રોગ્રામિંગ વિગેરે વિષયોનો સમાવેશ થાય છે.

ગીરગઢડા, ઉના,લોએજ, વિસાવદર, જુનાગઢ, માણાવદર, મેંદરડા, સુત્રાપાડા વિગેરે ખાતે કોપીકેસ થયા હતા. ચોરીના દૂષણને દૂર કરવા વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ તથા યુનિવર્સિટી ખાતેથી CCTV દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હોવાનું કુલપતિ પ્રો.ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...