એજ્યુકેશન:ધોરણ 12 સાયન્સમાં નાપાસ ઓકટોબરમાં પરીક્ષા આપી શકશે

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત માર્ચ 2022માં લેવાયેલી હતી પરીક્ષા
  • નેશનલ ઓપન સ્કૂલમાં પણ એચએસસી

માર્ચ 2022માં લેવાયેલ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ પરીક્ષામાં નાપાસ થયેલા છાત્રો ઓકટોબરમાં ફરી પરીક્ષા આપી શકશે. આ અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી કનુભાઇ સોરઠીયાએ જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સમાં નાપાસ થયા છે તે ઓકટોબરમાં પરીક્ષા આપી શકશે. ભારત સરકારના શિક્ષણ વિભાગની માન્યતા પ્રાપ્ત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન બોર્ડ દ્વારા ઓકટોબરમાં આ પરીક્ષા લેવાશે.

આ પરીક્ષાનું માન્ય રજીસ્ટ્રેશન સેન્ટર બંસીધર વિદ્યાલય, દોલતપરા, જૂનાગઢ છે. ત્યારે ઓકટોબરમાં પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ શાળાના સવારના સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. જ્યારે ધોરણ 10 અને 12ની તમામ વિષયની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો પણ બોર્ડની પરીક્ષા આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...